ફૂડ પોઈઝનીંગ- 1

-
મહિલાઓ ઘરમાં કોઈ પણ વસ્તુ તળવા માટે કઢાઈ ભરી લે છે. પછી વધેલા તેલને તેઓ મુકી રાખે છે અને તેને શાકનો વઘાર કરવા માટે ઉપયોગ કરે છે. આ સ્વાસ્થ્ય માટે હાનિકારક છે, કેમકે આવું કરવાથી ઘી કે તેલ સંક્રમિત થઈ જાય છે. તેથી બને ત્યાર સુધી કઢાઈમાં એટલુ જ તેલ લેવું જેટલુ જરૂરી હોય. -
વાસી દહી સુરક્ષાની દ્રષ્ટિએ સારૂ નથી. -
સાંજે જ્યુસ પીવો હોય તો સવારથી જ કાઢીને ન રાખવો. -
સ્ટીલના વાસણમાં શિકંજી અને અન્ય હાટી વસ્તુઓ ન મુકી રાખવી. -
લીલા પાંદડાવાળી શાકભાજી જેમકે પાલક, સરસોનું સાગ, મૂળાના પાન વગેરેમાં કીડાની શક્યતા રહેલી છે. રીંગણ, ફુલાવર વગેરેને પણ સારી રીતે ચકાસણી કર્યા બાદ જ લેવું. -
ધ્યાન રાખો કે લોટના કંટેનરમાં ફુગ પેદા ન થાય, કેમકે આવુ થવા પર તેમાં વિશેષ પ્રકારના ઈંઝાઈમ ઉત્પન્ન થઈ જાય છે, જે પેટને ખરાબ કરે છે. -
ખાસ કરીને મહિલાઓ તાજી બનેલી શાકભાજીમાં વાસી શાકભાજી ઉમેરી દે છે, આવુ ક્યારેય પણ ન કરશો કેમકે આવું કરવાથી તાજી શાકભાજી પણ સંક્રમિત થઈ જાય છે.