ફૂડ પોઈઝનીંગ- 2

-
જો તમને શાકભાજી ઉકાળીને ફ્રીઝમાં મુકવાની આદત હોય તો આનાથી છુટકારો મેળવો અને ખાસ કરીને બટાકા કેમકે આ સ્વાસ્થ્ય માટે હાનિકારક છે અને દીર્ધકાલિન રોગોથી ગ્રસ્ત કરે છે.-
ગરમી હોય કે શરદી લોટને વધારે માત્રામાં બાંધીને ફ્રીઝમાં ન મુકી રાખશો. જ્યારે પણ જોઈએ ત્યારે તાજો લોટ બાંધીને ઉપયોગમાં લો. -
ઘણી મહિલાઓ વધારે ભોજન બનાવીને ફ્રીઝમાં મુકી દે છે અને જ્યારે જોઈએ ત્યારે તેને થોડુક થોડુક ગરમ કરીને ઉપયોગમાં લે છે. કદાચ તેઓ એવું સમજે છે કે બીજા દિવસે તેનો સ્વાદ વધી જાય છે, પરંતુ આ ધારણા ખોટી છે. વારંવાર તાપમાન બદલવાથી તે ભોજ્ય પદાર્થ ખરાબ થઈ જાય છે અને સાથે સાથે રોગોને પણ આમંત્રણ આપે છે. -
ગરમીમાં ભુલથી પણ દૂધ બહાર રહી જાય અને જો તેમાંથી ખાટી વાસ આવવા લાગે તો તેનું દહી ન બનાવશો કેમકે દૂધમાં પહેલલેથી જ કૈટમેટેશન શરૂ થઈ જાય છે. તમે તેને જમાવવા માટે જે પદાર્થ ઉમેરો છો તેનાથી દૂધ વધારે બગડી જાય છે. તો આવુ કરવાથી બચવું. -
દહી કે માછલીની સાથે દૂધની કોઈ પણ પ્રોડક્ટ ન લેશો. -
વધારે સમયથી બનેલા સમોસામાં બટાકા બગડી જાય છે તો તેની પર વિશેષ ધ્યાન આપો.