મુડ ડિસઓર્ડર

મુડ લો થઈ જાય છે ત્યારે તેને ડિપ્રેશન કહે છે, તે જ્યારે વધારે પડતો હાઈ થઈ જાય છે ત્યારે મેનિયા કહેવાય છે. બાઈપોલર ડિસઓર્ડરમાં લોકો નેગેટીવ સ્ટ્રેસ, ગુસ્સો વગેરે જેવી બિમારીઓના ભોગ બને છે. મૂડ ડિસઓર્ડર બે પ્રકારના હોય છે, યુનિપોલર અને બાઈપોલર ડિસઓર્ડર. યુનિપોલર ડિસઓર્ડરમાં વ્યક્તિ પોતાની જાતને એકલો સમજવા લાગે છે, તેને ભુખ નથી લાગતી. ઉત્સાહની ઉણપ દેખાય છે. ઘણી વખત આવા લોકો આત્મહત્યા કરવાનો પણ પ્રયત્ન કરે છે, ત્યાં જ ડિસથિમિયામાં વ્યક્તિ ઓછામાં ઓછો બે વર્ષ સુધી ડિપ્રેશનથી ઘેરાઈ જાય છે. આ બિમારીના દર્દીઓ વધારે પડતું ખાવાનું ખાય છે અને ઘણી વખત આખો દિવસ ભુખ્યા પણ રહે છે. નિર્ણય લેવાની ક્ષમતા ખત્મ થઈ જાય છે. સિઝનલ ઈફેક્ટીવ ડિસઓર્ડર જેને એસએડી કહે છે. આ ડિસઓર્ડર ઠંડીમાં થાય છે. પોસ્ટપોરટેમ ડિપ્રેશન મહિલાઓમાં બાળકને જન્મ આપ્યા પછી થાય છે. આવામાં મહિલાઓને માથાનો દુ:ખાવો, થકાવટ અને રોવાની ઈચ્છા થાય છે. ઘણી વખત આવી મહિલાઓ પોતાના ઘર પરિવારથી અલગ રહેવા લાગી જાય છે. આ બિમારીનું મુખ્ય કારણ છે આજકાલની જીવનશૈલી. જ્યાર સુધી માણસ પોતાની જીવનશૈલીમાં બદલાવ નહિ લાવે ત્યાર સુધી તેને આ બિમારીમાંથી છુટકારો નહિ મળે. વ્યાયામ, દોડ, રમતમાં રસ, મેડિટેશન અને યોગ કરવાથી આ બિમારીને દૂર કરી શકો છો. ખાવા-પીવાની આદતમાં સુધારો કરવો જરૂરી છે. તામસિક ભોજનની જગ્યાએ સાત્વિક ભોજન લેવું. સિગરેટ, દારૂ અને નશીલી વસ્તુઓથી દૂર રહેવું.