સાઈટિકાનો દુ:ખાવો

નસમાં ખેંચાણ અને દુ:ખાવાને લગતી મુશ્કેલીને સાઈટિકા કહે છે જે કુલ્હા અને જાંઘની પાછળના ભાગથી ઉત્પન્ન થાય છે. આ મુશ્કેલી ત્યારે શરૂ થાય છે જ્યારે કુલ્હાની નસને કોઈ ક્ષતિ પહોચે. પોતાના સંપુર્ણ જીવનકાળ દરમિયાન માણસ ગમે ત્યારે આનો ભોગ બને છે. કારણ : જે લોકો કલાકો સુધી કોમ્પ્યુટર કે ટેબલ પર બેસીને કામ કરે છે તેવા લોકોમાં આ પ્રકારની મુશ્કેલી વધારે જોવા મળે છે. આનાથી તેમની નસોમાં તણાવ ઉત્પન્ન થાય છે. આનું એક બીજુ કારણ પણ છે જ્યારે કોઈ ઈંજેક્શન આપવામાં આવે અને તે સાઈટિકાના નસની નજીક હોય ત્યારે પણ આ મુશ્કેલી ઉભી થાય છે. લક્ષણ: આનું મુખ્ય કારણ ત્યારે સામે આવે છે જ્યારે પગમાં દુ:ખાવો થવા લાગે છે. આ દુ:ખાવો અકડાઈ જવાને લીધે પણ થાય છે. જ્યારે નસોમાં ફાઈબર આનાથી પ્રભાવિત થાય છે ત્યારે પગની આંગળીઓમાં હલન ચલન કરવું પણ મુશ્કેલ થઈ જાય છે. આ રોગ જો વધારે પડતો થઈ જાય તો ઉભું રહેવું પણ મુશ્કેલ થઈ જાય છે. સારવાર આવી સ્થિતિમાં બેડ પર આરામ કરવો જોઈએ. સીધા સુઈ જઈને ઘુંટણને વાળી દો અથવા તેની નીચે તકીયો મુકી દો. થોડાક દિવસો સુધી દુ:ખાવાની ગોળીઓ પણ લેવી પડે છે. જો આનાથી આરામ ન મળે તો ડોક્ટરની સલાહ લેવી જોઈએ. નિયમિત ફીજીયોથેરાપી, સાચી મુદ્રામાં રહેવું, કસરત અને શેક બધુ જ ડોક્ટરની દેખરેખમાં થવું જોઈએ. ત્યારે જ તમે તેનાથી રાહત મેળવી શકશો.