સલાહ | લેખ | ઘરેલુ ઉપચાર
મુખપૃષ્ઠ » વિવિધ » આરોગ્ય » સલાહ » શરદી-ઉધરસ અને એલર્જીક રાયનાઈટિસ
Feedback Print Bookmark and Share
 

N.D
સાધારણ શરદી-ઉધરસનું ખાસ કારણ એલર્જી હોય છે. આના લક્ષણોમાં નાક વહેવું, સામાન્ય તાવ આવી શકે છે જ્યારે જે એલર્જીક રાઈનાઈટિસના લક્ષણ છે-
- એક સાથે ઘણી બધી છીંકો આવવી.
- માંસપેશીઓમાં દુ:ખાવો, તાવ વગેરે જેવા કોઈ જ લક્ષણ નથી દેખાતા.
- નાકમાંથી વહેતુ પ્રવાહી એકદમ મ્યુક્સ પાણી જેવું જ હોય છે.
- નાક, કાન અને ગળામાં ખંજવાળ આવવી.
- આંખોમાંથી પાણી વહેવું.

એલર્જીક રાયનાઈટિસ લાંબા સમય સુધી રહે તો કામકાજ પર ખરાબ અસર પડે છે. એલર્જીક રાયનાઈટિસની સાથે કંજેક્ટિવાયઈટિસ, સાયનસાઈટિસ, નેજલપોલિપ અને દમનો રોગ પણ થઈ શકે છે. આના ઉપચાર માટે કોઈ એંટીબાયોટીક અને દર્દનાશક ગોળીઓની જરૂરત નથી હોતી.

કેવી રીતે બચશો -
- આનાથી બચવા માટે પાળતુ પશુઓથી દૂર રહો.
- બેડશીટ, પડદા, કવર, રઝાઈ વગેરેને સારી રીતે સાફ રાખો.
- ગાદલાના રૂ અને ફોમને બદલતાં રહો.
- ઘરમાં ભીના કપડા વડે પોતુ મારો અને ફર્નીચર તેમજ કબાટને ઝાટકશો નહિ.
- દિવાલો પર ઝાળા બાજી ગયાં હોય તો તેને સાફ કરો.
- ધુમ્રપાનથી દૂર રહો અને ઘરમાં પણ કોઈને ન કરવા દેશો.
સંબંધિત જાણકારી શોધો