સલાહ | લેખ | ઘરેલુ ઉપચાર
મુખપૃષ્ઠ » વિવિધ » આરોગ્ય » સલાહ » ગરમીમાં થઈ જાવ ઠંડા-2
Bookmark and Share Feedback Print
 

N.D
* કાપેલા ફળો ખાસ કરીને તડબુચ, ટેટી, સડેલા જુના ફળો કે પછી તેના જ્યુસનું ક્યારેય પણ સેવન કરવું નહિ. તાજા ફળો ખરીદો. કાપેલા ફળોનો તરત જ ઉપયોગ કરો. ફ્રિઝમાં પણ વધારે સમય સુધી કાપીને ફ્રુટ્સ રાખવા નહિ.

* ખાવામાં પનીરનું શાક કે દૂધમાંથી બનાવેલ શાકભાજી એવા કે મલાઈ કોફતા વગેરેનું સેવન પણ ઓછું કરવું. આ વસ્તુઓ ગરમીમાં જલ્દી ખરાબ થઈ જાય છે અને સંક્રમિત થઈ જાય છે.

* તળેલા ખાદ્ય પદાર્થો જેવા કે વડા, પકોડા, ચિપ્સ, નમકીન, તેલયુક્ત તેમજ ઘીવાળા ભોજનથી બચવું, કેમકે આની અંદર થર્મલ ઈફેક્ટ હોય છે જે ગરમી ઉત્પન્ન કરે છે.

* પાણી સારી માત્રામાં પીવો. પાણી શરીરને ઠંડુ બનાવી રાખવામાં મદદ કરે છે. પાણી પીવાથી શરીરની ગરમી બહાર નીકળી જાય છે. પાણી શરીરને હાઈડ્રેટ પણ કરે છે. રોજના ઓછામાં ઓછા 8 થી 10 ગ્લાસ પાણી પીવો. પછી ભલેને તમે શારીરિક શ્રમ કરતાં હોય કે ન કરતાં હોય. પરંતુ હા દરેક જગ્યાના પાણીથી બચવું.
સંબંધિત જાણકારી શોધો