સલાહ | લેખ | ઘરેલુ ઉપચાર
મુખપૃષ્ઠ » વિવિધ » આરોગ્ય » સલાહ » બિમારીને દૂર રાખવા માટે-1
Bookmark and Share Feedback Print
 

હૃદય રોગ : સૌથી પહેલાં ખરાબ કોલેસ્ટ્રોલને લેવલમાં લાવવા માટે ખાવામાં તેલ-મસાલાનો ઉપયોગ ઓછો કરી દો. ફળ-શાકભાજી ખુબ જ ખાવ કેમકે તેની અંદર રહેલ વિટામીંસ તેમજ ફાયટોકેમિકલ્સ કોલેસ્ટ્રોલના ઓક્સીડેશન પર રોક લગાવે છે જેનાથી ધમનીઓમાં કોલેસ્ટ્રોલ જામવાની શક્યતા ઓછી થઈ જાય છે. ભોજનમાં ફાઈબરયુક્ત પદાર્થોની માત્રા વધારી દો. આના માટે ફળીઓ, દાળ તેમજ ઘઉંના ફાડા, લાપ્સી વગેરેનું સેવન વધારે કરવું. ઓમેગા-3 ફેટી એસિડનો પણ ડાયેટમાં સમાવેશ કરો. તમે સંતુલિત માત્રામાં ચા તેમજ સોયા પદાર્થોનો પણ ઉપયોગ કરી શકો છો.

પીએમટી : એટલે કે મેંસ્ચુરલ ટેંશન કે માસિક ધર્મના પહેલાની તકલીફો ખાસ કરીને 'લો બ્લડ શુગર લેવલ' ના કારણે વધી જાય છે. આ માટે તમારી સાયકલ પુર્ણ થાય તેના પહેલાં બે અઠવાડિયા સુધી બટાકા જેવી વસ્તુઓથી બચવું તેમજ દલિયા, આખા અનાજ, સલાડ વગેરેનું સેવન કરવા પર વધારે ધ્યાન આપવું&. સાથે સાથે વિટામીન બી-6. કેલ્શિયમ તેમજ વિટામીન ડી થી ભરપુર ખાદ્ય પદાર્થ એટલે કે, કેળા, દાળ, માવાવાળા ફળો, લો ફેટ ડેરી પ્રોડક્ટ વગેરેનો ખાવામાં સમાવેશ કરવો. હા અહીયા પણ મીઠું ઓછુ જ ખાવું.
સંબંધિત જાણકારી શોધો