હેલ્થ કેર : વજન ઉતારવા માટે શું ખોરાક લેશો ?


P.R
આહારમાં આપણા શરીરને પ્રભાવિત કરનારા અનેક મહત્વપૂર્ણ તત્વો હોય છે. સંતુલિત આહારને વજન ઘટાડવાના પ્રકારોમાં સર્વોત્તમ માનવામાં આવે છે અને વજન ઘટાડનારા આહારમાં ભારતીય સંતુલિત શાકાહારી આહાર લેવાનું વધુ ઉચિત સમજવામાં આવે છે. જાણીએ, વજન ઘટાડનારા ભારતીય વ્યંજનો કયા કયા છે...

- સંતુલિત શાકાહારી આહાર લેવાથી વ્યક્તિ અનેક રોગોમાંથી મુક્ત થઇને દિવસભર તરોતાજા રહી શકે છે. એટલું નહીં ઓછી ચરબીવાળા આહારના સેવનથી સ્થૂળતામાંથી મુક્તિ મેળવી શકાય છે અને વજનને સરળતાથી ઓછું કરી શકાય છે.

- સંતુલિત શાકાહારી આહારથી સ્થૂળ વ્યક્તિ એક અઠવાડિયામાં લગભગ એક પાઉન્ડ સુધીનું વજન ઘટાડી શકે છે. સાથે તે વ્યક્તિને સ્વસ્થ રહેવામાં મદદ મળે છે.

- સંશોધનોમાં પણ એ વાત સાબિત થઇ ચૂકી છે કે શાકાહારી વ્યંજન લેનારા લોકો સામાન્યપણે માંસાહારી વ્યંજન લેનારાની સરખામણીએ વધુ સ્લિમ હોય છે.

- વજન ઘટાડનારા ભારતીય વ્યંજનોમાં લીલા શાકભાજીનો જ્યુસનો સમાવેશ પણ થાય છે.

- જો તમે વજન ઘટાડવા માંગો છો તો તમારે દૂધ અને તેમાંથી બનેલી વસ્તુઓ, રોસ્ટેડ અને સ્ટીમ ભોજન છોડવું પડશે.

- એવા વ્યંજનોનું સેવન કરો જેમાં આવશ્યક વિટામિન અને અન્ય જરૂરી તત્વો હોય.

- ઓછી કેલરીવાળા વ્યંજન જેવા કે સૂપ, સલાડ, શાકભાજી વગેરે લો.

- શક્કરિયા, ઘી વગરની દાળ, ઘી વગરની રોટલી લો.

- ચામાં ખાંડને બદલે મધ લો.

- ઇડલીમાં ફણગાવેલા મગ મિક્સ કરીને ખાવાથી તે પૌષ્ટિક રહેશે.

- તળેલા ભોજનને બદલે બાફેલું ભોજન લો અને વગર મલાઈના દૂધ-દહીં લો.

- શાકભાજીની કરી માટે ટામેટા અને ગાજરનો ઉપયોગ કરો અને સ્વીટમાં સફરજન અને અનાનસનો પ્રયોગ કરો.

- પાલકનો પ્રયોગ નૂડલ્સ, સૂપ કે સલાડમાં કરો. પાલકના પાંદડાથી સેન્ડવીચ પણ બનાવી શકાય છે.

- કાચા પપૈયાનું શાક બનાવો અથવા પાકું પપૈયું ખાઓ.

- ભોજનમાં પનીર અને સોયાબીનને પ્રાથમિકતા આપો.

- પ્રોટીન અને ફાઇબરયુક્ત ભોજનનું સેવન કરો.

- બટરને બદલે ફ્રેશ હર્બલ સ્પ્રેડ ટોસ્ટનો પ્રયોગ કરો.

- આ સિવાય તમે ફણગાવેલા ચણા, મગ, મઢ, સૂપ, જ્યુસ, સલાડ, લીલા શાકભાજી વગેરેને તમારા ભોજનમાં સામેલ કરી વજન ઘટાડી શકો છો.

- ભોજન ઓછી માત્રામાં લો અને યોગ્ય સમયે લો. આનાથી તમારી પાચનક્રિયા બરાબર ચાલતી રહેશે અને કેલરીનો પણ પૂરતો ઉપયોગ થતો રહેશે.

- વજન ઓછું કરવા માટે ભોજન સિવાય પાણી પીવું અને વ્યાયામ કરવો પણ જરૂરી છે. જેનાથી તમે ફિટ, હેલ્ધી રહેશો અને તાજગી અનુભવશો.

આ પણ વાંચો :  
Widgets Magazine

Cricket Scorecard

Widgets Magazine
Widgets Magazine

મંથન

હુ રાગિણી એમએમએસ 3માં પણ અભિનય કરવા તૈયાર છુ - સની લિયોન

sunny leone

અભિનેત્રી સની લિયોને પોતાની હાલમાં રિલીઝ થયેલી ફિલ્મ રાગિણી એમએમએસ-2 મળેલી પ્રતિક્રિયા પછી ત્રીજી ...

ઘરેલુ ઉપચાર : તમારા આરોગ્ય માટે આટલા ઉપાયો અજમાવી જુઓ

1. બાળકને સર્દી કે કફ થયો હોય તો લસણની બે- ત્રણ કળી સેકીને વાટીને દવા રૂપે ચા સાથે આપો. 2. કાનમાં ...

નવીનતમ

લીમડાનો રસ પીવામાં આવે તો આખું વર્ષ સંક્રામક રોગોથી બચી શકાય

ભારતીય સંસ્કૃતિમાં ઉપવાસનું ખાસ મહત્વ છે. આપણા પર્વોમાં ધાર્મિકતાની સાથે જ તંદુરસ્તીને પણ આવરી ...

ગુજરાતી બાળવાર્તા - લાલચી ચકલી

ઘણા સમય પહેલાંની વાત છે. એક ચકલી એવા રાજમાર્ગે રહેતી હતી જ્યાંથી અનાજથી ભરેલી ગાડીયો પસાર થતી. ...

Widgets Magazine
Widgets Magazine