વાંદરાભાઈ તો છે કમાલ નકલ કરવામાં બેમિસાલ
બુધ્ધિ ન વાપરે પોતાની નકલ ઉતારે આખા ગામની
એકવાર પહેરી પાયજામો નીકળી પડ્યા એ તો બજાર
ખિસ્સામાં હતા થોડા રૂપિયા પણ કરવો હતો તેમને વેપાર
એક દુકાન હતી શણગારેલી જ્યા બની રહી હતી જલેબી
વાંદરાભાઈનુ તો મન લલચાયુ શુ લેવુ હતુ તે યાદ ન આવ્યુ
કાઢ્યા પૈસા, લીધી જલેબી ગરમ જલેબીથી જીભ દાઝી
ગભરાઈને પાછા ફર્યા ભાઈ ફરી ન કદી દેખાયા ભાઈ.
|