આવી ગઈ લો ગરમી રાણી કરતી રહે છે મનમાની
તળાવ, કૂવા, નદીઓ સુખી ગાય, બકરી ઘરમાં રહે છે ભૂખી
પોલીસ સ્ટેશને રિપોર્ટ લખાવો ચોરી લીધુ છે તેને પાણી
સૂકાય ગઈ છે ઘાણી આવી ગઈ લો ગરમી રાણી
પશુ-પક્ષીઓ આનાથી હાર્યા ફરે છે જંગલમાં માર્યા માર્યા
વ્યાકુળ બધા થયા છે બિચારા દિવસે દેખાય છે સૌને તારા
પણ કોયલે નથી હાર માની આવી ગઈ લો ગરમી રાણી
બધા પેપરો આ જ સમેટતી બધા પેપર આ જ તપાસતી
પાસ ફેલ પણ આ જ સંભળાવતી બાળકોને આ જ ગભરાવતી
બનતી દાદી જેવી શાણી આવી ગઈ લો ગરમી રાણી.
|