ધોધમાર વરસ્યો વરસાદ પપ્પુંનુ મન નાચી ઉઠ્યુ આજ
નદી નાળાઓ અને કૂવાઓ ભરાયા ઘરના આંગણના ખાડાઓ ભરાયા
કશુંક વિચારીને મન હરખાયું નાવડી બનાવવા લલચાયુ
રંગબેરંગી કાગળો લીધા નાની-મોટી નાવડીના રૂપ લીધા
મૂકી નાવડીઓ ખાડાઓમાં જેવી દોડી ગઈ સરરર... એવી
જોઈને બીજા બાળકો પણ હરખાંયા પપ્પુભાઈ તો ફૂલ્યાં ન સમાયા
|