બાળકોના બૂટ કદી સારા મિત્રો બનીને નથી રહેતા કદી આ મોઢે તો તો કદી પેલા મોઢે પડ્યા રહે છે.
કદી આ ખૂણે તો કદી પેલા ખૂણે કદી એક-બીજાના પર ચઢેલા હોય છે.
બૂટ તો નાના બાળકોના પગમાં જ દોડતા, અવાજ કરતા, નાચતા ધૂળ ઉડાવતા અને ઠોકરો ખાય છે
મોટાના બૂટ તો મોટાઓની જેમ જ કાયર, ડરપોક અને નિર્જીવ હોય છે.
બૂટ તો પગમાં જ શ્વાસ લે છે અને શોભે છે.
|