શુ ફક્ત 1508 રૂપિયાવાળે કોઈ બચત જેમા વર્ષોથી કોઈ લેવડ-દેવડ નથી થઈ, કોઈ બેંક માટે ગૌરવનો વિષય બની શકે છે ? જી, હા, આવુ થઈ શકે છે. જો એ ખાતુ દેશના પ્રથમ રાષ્ટ્રપતિ ડોક્ટર રાજેન્દ્ર પ્રસાદનુ હોય તો. પંજાબ નેશનલ બેંકની પટના સ્થિત સ્થાનીય એક્જીબિશાન રોડ શાખામાં રાજેન્દ્ર પ્રસાદનુ એક ખાતુ છે જેમા બેંકના અધિકારીઓએ પૂર્વ રાષ્ટ્રપતિના પ્રત્યે સન્માન વ્યક્ત કરવા માટે તેમના નિધન પછી પણ બંધ નથી કર્યુ. બેંકની શાખાના મુખ્ય પ્રબંધક શૈલેખ રંજન સિંહે ગયા મહિને જણાવ્યુ કે પીએનબી માટે શ્રી રાજેન્દ્ર પ્રસાદનુ બચત ખાતુ રાષ્ટ્રીય મિલકત છે. જેને અમે એક યાદગીરીના રૂપમાં સુરક્ષિત રાખવા માંગીએ છીએ. 2007માં આ ખાતામા 1432 રૂપિયા હતા અને બેંક દ્વારા વ્યાજ જોડતા હવે તેમા 1508 રૂપિયા થઈ ગયા છે. |