ચોક એ બીજુ કશુ નહી પણ કેલ્શિયમ કાર્બોનેટ હોય છે. ચોકમાં કેલ્શિયમ કાર્બોનેટના કણ એક બીજાની સટોસટ હોય છે. આ કણોની વચ્ચે ઝીણી ઝીણી જગ્યા હોય છે. આ ખાલી જગ્યામાં હવા રહે છે. જ્યારે ચોકના ટુકડાને પાણીમાં નાખવામાં આવે છે તો આ ખાલી જગ્યા જ્યા હવા હોય છે ત્યાં પાણી ઘુસી જાય છે અને હવા બહાર નીકળવા માંડે છે. તેથી ચોકના ટુકડાને પાણીમાં નાખતા જ તેના પરપોટા છૂટવા લાગે છે. |