આકાશમા ઈન્દ્રધનુષનુ બનવુ વરસાદના નાના ટીપાઓની કમાલ છે. વરસાદના દિવસોમાં વરસાદના ટીપા પ્રિજ્મનુ કામ કરે છે. ઈન્દ્રધનુષ બનવાનો સિંધ્ધાંત એ છે કે જ્યાએ પ્રકાશ એક માધ્યમથી બીજા માધ્યમમાં પ્રવેશે ત્યારે થોડો નમી જાય છે. એક નાનકડા ટીપામાં બે બાજુ હોય છે. જ્યરે સૂર્યનો પ્રકાશ ટીપાની અંદર પ્રવેશે છે તો પહેલી બાજુએ અથડાઈને એ થોડો નમી જાય છે. એ તો આપણે જાણીએ જ છીએ કે સૂર્યપ્રકાશના સાત રંગ હોય છે, તેથી રંગનુ બંડલ વરસાદના ટીપાંમાં પ્રવેશ્યા પછી જુદુ જુદા રંગ પોત-પોતાની રીતે નમે છે અને સાતે રંગ દેખાય છે. અને ફરી જ્યારે જુદા-જુદા રંગ બીજી બાજુથી બહાર નીકળે છે તો ફરીથી થોડા નમી જાય છે અને એક રંગનો એક પટ્ટો બીજાથી જુદો પડી જાય છે. આ રીતે બેવાર નમવાને કારણે રંગીન ધનુષ જેવી આક્ર્તિ આકાશમાં જોવા મળે છે, જેને આપણે ઈન્દ્રધનુષ કહીયે છીએ. લાલ રંગનો પ્રકાશ ઓછો નમે છે અને તેથી એ ઈન્દ્રધનુષમાં સૌથી ઉપર દેખાય છે, જ્યારે કે ભૂરા રંગનો પ્રકાશ સૌથી વધુ નમે છે તેથી એ સૌથી નીચે દેખાય છે.