અગણિત વીર યોદ્ધાઓ આપનારી આપણી ભારતની માટીમાં આજે પણ ઘણા બહાદુરો પેદા કરવાનો દમ છે આ વાતનું જીવંત ઉદાહરણ બન્યા છે એ 24 બાળકો જેમણે પોતાના જીવના જોખમે બીજાનો જીવ બચાવ્યો છે. જેમાથી કેટલાકે તો બીજાને બચાવવા માટે પોતાનો જીવ પણ આપી દીધો. આ બાળકોને 23 જાન્યુઆરીના રોજ પ્રધાનમંત્રીના હાથે બહાદુરીના પુરસ્કારથી સન્માનિત કરવામાં આવ્યા અને સાથે જ તેમણે ગણતંત્ર દિવસની પરેડમાં ભાગ લેવાની તક પણ આપવામાં આવી.
આ વર્ષે રાષ્ટ્રીય વીરતા પુરસ્કાર જીતનારા આ બહાદુર બાળકો ગણતંત્ર પરેડ દરમિયાન રાજપથ પર ફુલોના હારથી સજાયેલી ઓપન જીપમાં શાનથી નીકળ્યા.
ભારતના પ્રથમ પ્રધાનમંત્રી જવાહર લાલ નેહરુના સમયથી શરૂ કરવામાં આવેલ આ પુરસ્કારોને જીતનારા બાળકો થોડા વર્ષ પહેલા સુધી હાથી પર સવાર થઈને પરેડમાં ભાગ લેતા હતા. પરંતુ છેલ્લા બે વર્ષથી હવે આ બાળકો ફૂલોથી સજાયેલ ઓપન જીપની સવારી કરે છે.
સાહસ અને આત્મવિશ્વાસની જે મિસાલ આ બાળકોએ કાયમ કરી છે તે માટે તેમને આખો દેશ સલામ કરે છે. આવો જાણીએ આ 24 બહાદુર બાળકો કોણ છે.