મુખપૃષ્ઠ > વિવિધ > બાળ જગત > વાર્તા
સૂચનામિત્રને મોકલોઆ પેજ પ્રિન્ટ કરો
 
દિવાલ પાછળની દુનિયા

N.D
ટપ્પ, એક ટીપુ પડ્યુ. બીજુ પડે તે પહેલા જ એક ચકલી આવીને નળ પર બેસી અને પોતાની અણીદાર ચાંચમાં ટીપુ ઝીલી લીધુ. પાણી પીને એક મીઠી કિલકારી ચીં...ચીં નાખી. અરણ્યની ઉંધ ઉડી અને તેણે જલ્દી ગરદન સીધી કરી. સામે ન નળ હતો ન તો ચકલી હતી.

સામે તો હતી બસ એક મઠમેલી દિવાલ. સફેદ દિવાલ, જેની પર ન જાણે કેટલાય ડાધ-ઢબ્બા પડેલા હતા. અરણ્ય માટે તો આ દિવાલ મોટા પડદા જેવી હતી. ઘૂંટણિયે બેસીને તે દીવાલ પર પડેલા ડાધ-ધબ્બાઓ તરફ એકીટશે જોતો. તેને પોતાની કલ્પનાના ચિત્રો દિવાલ પર દેખાતા હતા. ધીરે ધીરે તે સમાધિમાં જતો રહેતો અને તેને ચિત્ર હાલતા-ડોલતા અને ચાલતા દેખાતા.

ફિલ્મ કોઈ બગીચાની હોય તો સુગંધથી હવા ભરાય જતી, પક્ષીઓનો કલરવ સંભળાતો. રેલવે સ્ટેશનનુ દ્રશ્ય હોય તો વાતાવરણ કલબલાહટથી ભરાય જતુ અને એંજિન જવાથી ઘરતી કાંપવા લાગતી. ચકલી ઉડી ગઈ તો અરણ્યએ દિવાલ પાસે જઈને જોયુ તો જમીન ભીની હતી, જાણે કોઈ નળ સાચે જ ટપકી રહ્યો હોય.
ઘણું બધુ
ચોખાના દાણા
મૂર્ખતાના નિશાન
મંત્ર
સત્ય-અસત્ય વચ્ચે અંતર
એક મજાની યાત્રા...
રીંછે કહ્યુ કે....