મુખપૃષ્ઠ > વિવિધ > બાળ જગત > વાર્તા > પહેલવાનનો દેશપ્રેમ
સૂચનામિત્રને મોકલોઆ પેજ પ્રિન્ટ કરો
 
પહેલવાનનો દેશપ્રેમ Search similar articles

N.D
પ્યારે પહેલવાનની દૂધની મોટી દુકાન હતી. સવારે દૂધ વેચતો. પછી બપોરે ખાટલો પાથરીને ત્યાંજ મોડા સુધી સૂઈ રહેતો. સાંજે દંડ લગાવતો અને પછી કુશ્તી કરતો. પહેલવાનના મોટા, મજબૂત શરીરમાં દેશ પ્રત્યે કોમળ ભાવના હતી. તેને પોતાના દેશ પ્રત્યે ખૂબ પ્રેમ હતો. દેશની વાત આવતા જ તે ભાવુક થઈ જતો. કોઈ બીજા દેશની વાત કરે તો પહેલવાન પાસે પોતાના દેશ વિશે કહેવા માટે ઘણી માહિતી હતી. બિલ ક્લિટનના કોઈ વખાણ કરે તો તેને કોઈ ફરક નહોતો પડતો, પરંતુ જો પોતાના દેશ વિશે કોઈ ખરાબ કહે પછી તો પહેલવાન કરતા ખરાબ કોઈ નહી.

લોકોને આશ્વર્ય થતુ કે પહેલવાન કદી શાળામાં તો ગયા નથી તો પછી તેમને આઝાદીની લડાઈમાં અને ત્યારબાદ શું શું થયુ હતુ બધુ જ યાદ કેવી રીતે છે. આ બાબતે તો પહેલવાન સામે મોટા-મોટાનુ મોઢું બંધ થઈ જતુ હતુ. ગામની શાળામાં ઈતિહાસ ભણાવતા સરનું પણ. પ્યારે પહેલવાન હષ્ટ-પુષ્ટ હતો પણ કારણ વગર કોઈને સાથે બાથે નહોતો વળગતો. તેમણે પોતાની દુકાનમાં ગાંધીજીની મોટી ફોટો લગાવી રાખી હતી. ઈશ્વરની જગ્યાએ તેઓ ગાઁધીજીની આગળ માથુ નમાવતા હતા.

15 ઓગસ્ટના દિવસે પહેલવાન પોતે ચાર રસ્તે ઉભા રહીને મીઠાઈ વહેંચતા હતા. આવુ તેઓ વર્ષોથી કરતા હતા. બાળકોને માટે તો 15 ઓગસ્ટનો મતલબ પહેલવાનના ત્યાંથી મીઠાઈ મળવાનો દિવસ હતો. જેટલી ભીડ પરેડ ગ્રાઉંડ પર હોય તેટલી ભીડ પહેલવાનની ત્યાં પણ રહેતી. બધા મીઠાઈ ખાતા અને પહેલવાનના ગુણ ગાતાં.

એકવાર મ્યુનિસિપાલિટીમાં નવા અધિકારી આવ્યા. નવા અધિકારી પોતાનો રંગ જમાવવા ઈચ્છતા હતા. તેમણે આ માટે પહેલવાનને પસંદ કર્યો. તેમણે પહેલવાનની દુકાનને ગેરકાયદેસર બતાવી. કહ્યુ કે આ સરકારી જગ્યા પર અતિક્રમણ છે. અને તેને અહીંથી હટાવવી જોઈએ. પહેલવાને સાંભળ્યુ તો એ તો હેબતાઈ ગયો. લોકોમાં આ વાત ફેલાઈ ગઈ કે હવે તો પહેલવાનની દુકાન ગઈ કામથી. લોકો બોલવા માંડ્યા કે અધિકારી પહેલવાન પાસેથી પૈસા હડપવા માંગે છે. હવે તો પહેલવાનની દુકાન ગઈ કારણકે પહેલવાન તો નિયમથી ચાલશે. એક વ્યક્તિનુ કહેવુ હતુ કે દેશમાં દરેક કામ કરવાના પૈસા આપવા પડે છે. પહેલવાન પોતાની તૈયારીમાં હતા. તેમણે પોતાના દાદાજીના સમયના કાગળો કાઢ્યા. વાત તેમની ઈજ્જતની હતી. તેઓ કોઈ પણ કામ નિયમ કાયદા તોડીને નહોતા કરતા.

અધિકારીએ કાગળો જોવાની ના પાડી દીધી અને જીદ્દે આવી ગયા કે દુકાન અહીં નહી રહે અને પહેલવાનનુ કહેવુ હતુ કે દુકાન અહીં જ રહેશે. બંને વચ્ચે ઘણી બોલાચાલી થઈ. પહેલવાન પોતાની વાત સમજાવતા રહ્યા, પણ અધિકારી માનવા તૈયાર જ નહોતા. પહેલાવાન ઈચ્છાતા તો અધિકારીને લાંચ આપીને કે મારીને પણ સમજાવી શકતા હતા, પરંતુ તે નિયમ-કાયદા પર વિશ્વાસ કરતા હતા. એ તો પહોંચી ગયા મોટા અફસરો જોડે. મોટા અફસરે પહેલવાનની વાત શાંતિથી સાંભળી અને કાગળો ચકાસ્યા. અફસરે પછી પેલા અધિકારીને બોલાવીને ખૂબ ફટકાર્યો. પહેલવાનની દુકાન પહેલાની જેમ જ ચાલુ રહી. બાળકોને સૌથી વધુ ખુશી થઈ કારણ કે હવે તેમની 15મી ઓગસ્ટ સૂકી નહી રહે. થોડા દિવસો પછી મ્યુનિસિપાલીટીના એ અધિકારીને પોતાની ભૂલ સમજાઈ. તેમણે પહેલવાન પાસે માફી માંગી. પહેલવાને તેમને પોતાનો મિત્ર બનાવી લીધો. ત્યારથી આજ સુધી પહેલવાનની ત્યાં 15મી ઓગસ્ટે ગર્દી રહે છે અને બધુ સારી રીતે ચાલી રહ્યુ છે. આને કહેવાય સત્યની જીત.
ઘણું બધુ
આકાશમાં ચમકોને વરસો
રાક્ષસ
કામ કરે કૂબડ
ગેંડાની જાડી ચામડીનું રહસ્ય
બિલાડીમાસીના ગંદા પંજા
આકાશ મામા દૂરના