થોડા વર્ષો પહેલાની વાત છે. મહારાષ્ટ્રના ડહાણુ ગામમાં એક છોક રી રહેતી હતી. એનુ નામ હતુ જાન્હવી કેળકર. ગુજરાત સીમાથી થોડી આ બાજુ સમુદ્ર કિનારેનુ આ કોઈ ખાસ ગામ નહોતુ. તેથી ગામમાં કોઈ ચમક-દમકવાળા અંગ્રેજી મીડિયમ શાળા પણ નહોતી. સીધી-સાદી જાન્હવી મરાઠી મીડિયમની શાળામાં ભણતી. આંગણમાં પારિજાતના ફૂલ વીણીને માળા બનાવતી, દાદાની સાથે મંદિર અને માઁ ની સાથે હાથમાં થેલી લઈને બજાર જતી. કદાચ જ કોઈ બહેનપણી સાથે બેસીને કોઈ રમત રમી હોય, ટૂંકમાં એ ખૂબ જ ઘરેલુ હતી.
થોડી મોટી થયા પછી જાન્હવી તેની મમ્મી સાથે કોચીન જતી રહી. ત્યાં તે બેડમિંટન રમવા લાગી. એટલુ સારું રમવા લાગી કે કેરલની સ્ટેટ ચેમ્પિયન બની ગઈ. જાન્હવી વધુ મોટી થઈ અને અગિયારમાં ઘોરણમાં પહોંચી. શાળામાં મહત્વનુ વર્ષ હતુ. ઘણો અભ્યાસ કરવો પડતો હતો. જાન્હવીએ કરી. તેને ફિજિક્સ, કેમિસ્ટ્રી, મેથ્સમાં સો માંથી સો અંક મળ્યા.
મુંબઈની યૂડીસીટી(યૂનિવર્સિટી ડિપાર્ટમેંટ ઓફ કેમિકલ ટેકનોલોજી)માં તેણે પોતાનો અભ્યાસ કર્યો. તેની પસંદગી ટાટા કંસલ્ટંસીમાં થઈ. એક વર્ષમાં તો તે ગામની છોકરી ઈગ્લેંડ પહોંચી ગઈ વિશેષજ્ઞ બનીને. બે વર્ષ પછી તે પાછી ફરી અને જાપાન જતી રહી. તે ટોકિયોમાં બે વર્ષ કેમિકલ પ્લાંટસનુ કામ જોયુ, અને સિટી બેંકમાં અફસર બનીને વેપારીઓને રૂપિયા-પૈસા સંભાળવાની સલાહ આપવા માંડી.
જ્યારે તેને તેની સફળતાનુ રહસ્ય પૂછવામાં આવ્યુ તો તેણે કહ્યુ કે સરળ છે, દરેક કામ પુરૂ મન લગાવીને કરો, તમારા સો માંથી સો નંબર આવશે.
|