અમારા વિસ્તારમાં ચમચમ ચાચા રહેતા હતા. નામ ખબર નહી બહુ લાંબુ હતુ પણ અમે તો તેમને ચમચમ ચાચા જ કહેતા હતા. મોઢામાં પાનની લાલીમાં કાયમ રહેતી અને ઝભ્ભો તો પોતે જ ધોઈને, ઈસ્ત્રી કરીને પહેરતા હતા. આ બધી તેમની ઓળખાણ હતી. ચાચાની શાન જુદી જ હતી. બસ, પલળવુ તેમને ગમતુ નહોતુ. પલળવાનુ નામ સાંભળતા જ તેમને દાદી યાદ આવી જતી.
તે ક્યાંય પણ જાય તો છત્રી લઈને જ જતા. પલળવાથી તેમને ખૂબ જ બીક લાગતી હતી. યાદ નથી આવતુ કે તેઓ કદી વરસાદમાં પલળ્યા હોય. અમને તો શુ અમારા પપ્પાએ પણ કદી તેમને પલળતા નહોતા જોયા. વરસાદના દિવસો તેઓ વધુ કોઈની ત્યાં જતા આવતા નહોતા. જો આવતા-જતા હોય તો પણ એક મોટી છત્રી પોતાની પાસે રાખતા. ગરમીના દિવસોથી જ તેઓ પોતાના હાથમાં છત્રી રાખવાનુ શરૂ કરી દેતા હતા કે ખબર નહી ક્યારે વરસાદ ટપકી પડે. વરસાદમાં જો તેઓ બહાર નીકળતા તો પોતાનો પાયજામો ઘૂંટણ સુધી ચઢાવી લેતા. આવા હતા ક ચમચમ ચાચા.
એકવાર ચમચમ ચાચા છત્રી લેઈને જઈ રહ્યા હતા. ખૂબ જ જોરથી વરસાદ થઈ રહ્યો હતો અને હવા પણ જોરથી ફૂંકાઈ રહી હતી. બાળકોનુ ટોળુ ચાચાની પાછળ પાછળ ચાલી રહ્યુ હતુ અને તેમને કહી રહ્યુ હતુ કે ચાચા આજે તો વરસાદમાં નહાવુ પડશે. ચાચા તો પાણીમાં પલળવાથી ગભરાતા હતા. તેઓ કહેતા - ચાલો ભાગો બદમાશો, નહી તો તમારી ઘરે કહુ છુ. ત્યારે એકદમ જોરથી હવા આવી. ચાચાની છત્રી પલટાઈ ગઈ. પલટી પણ એવી કે સીધી થવાનુ નામ જ ન લે. ચાચાની ઘણી કોશિશ હોવા છતા તેઓ વરસાદથી બચી ન શક્યા. છેવટે પલળી જ ગયા. પલળ્યા પછી છતરી શુ કામની ? તેમણે છત્રી વાળીને લઈ લીધી અને પાછા ઘરે ફર્યા.
આટલી વારમાં તો અમે આખા ગામમાં જાહેર કરી દીધુ કે ચાચા પલળી ગયા. લોકો માટે તો આ એક અજબની વાત હતી.જોનારા વરસાદમાં બહાર નીકળી આવ્યા. ચમચમ ચાચા પલળ્યા હતા ભઈ.
બીજા દિવસે ચમચમ ચાચા કોઈને જોવા ન મળ્યા. આજે વરસાદ નહોતો પડતો. અમે બાળકોએ વિચાર્યુ કે બની શકે કે ચમચમ ચાચાને અમારી વાતનું ખોટું લાગ્યુ હોય. તેથી અમે તેમના ઘરે જવા વિશે વિચારવા લાગ્યા. તે દિવસે ત્રીજા દિવસે ખૂબ જ વરસાદ પડ્યો, ત્યારે ચાચા ઘરની બાહર નીકળ્યા અને જોનારાઓને નવાઈ લાગી કે આજે તો ચાચા છત્રી લીધા વગર જ નીકળી પડ્યા હતા. એ તો પલળવા માટે જ નીકળ્યા હતા...હે એ એ.....
|