મુખપૃષ્ઠ > વિવિધ > બાળ જગત > વાર્તા > માતાની મહેનતે બનાવ્યો વૈજ્ઞાનિક
સૂચનામિત્રને મોકલોઆ પેજ પ્રિન્ટ કરો
 
માતાની મહેનતે બનાવ્યો વૈજ્ઞાનિક Search similar articles

N.D
શાળાએથી પરત આવતા જ બાળકે માતાને કહ્યુ - 'માઁ, હવે આપણે શાળાની ફી અને યૂનિફોર્મને ટાળી શકતા નથી, આજે મને શાળામાંથી કાઢી મૂકવામાં આવ્યો છે.

'બેટા, તેમને કહેવુ હતુ ને થોડા દિવસનો સમય આપે-માઁ એ ચિંતા વ્યક્ત કરતા જણાવ્યુ.

બાળક નિરાશ થઈને બોલ્યો - 'એ તો હું કહ્યુ હતુ માઁ, પરંતુ, સ્કુલવાળા માનવા તૈયાર નથી.

માઁ નુ મન ઉદાસ થઈ ગયુ પછી કશુ વિચારીને તેણે મનમાં જ જાણે કોઈ દ્રઢ નિશ્ચય કરી લીધો. તે બોલી - 'ઠીક છે બેટા, હવે તુ શાળામાં ન જઈશ, હુ તને ઘરે જ ભણાવીશ. અને માઁ એ તેને ઘરે જ ભણાવવાનું શરૂ કરી દીધુ.

બાળક માટે તો હવે ઘર જ શાળા હતી, અને માઁ જ ગુરૂ. માઁ તેને સ્વાધ્યાયી તરીકે પરીક્ષાઓમાં બેસાડતી ગઈ અને બાળક પરીક્ષાઓ પાસ કરતો ગયો.

માઁ-પુત્રનો આત્મવિશ્વાસ, મહેનત અને લક્ષ્યને કારણે એ બાળક જુદા જુદા ધોરણમાં સર્વોચ્ય શ્રેણીઓ મેળવતા આગળ જઈને એક મહાન વૈજ્ઞાનિક બન્યો.

તમે જાણો છો બાળકો, આ વૈજ્ઞાનિક કોણ હતો ? થોમસ અલ્વા એડીસન, જેણે દુનિયાને અજવાળું આપવા માટે બલ્બની શોધ કરી.

એક શાળા માત્ર પૈસાને કારણે તેને જ્ઞાનની રોશની ન આપી શક્યુ, તેણે દુનિયામાં અજવાળું પાથરી દીધુ.
ઘણું બધુ
ચમચમ ચાચા છેવટે પલળી જ ગયા
વધુ માર્કસ મેળવવાનુ રહસ્ય
પહેલવાનનો દેશપ્રેમ
આકાશમાં ચમકોને વરસો
રાક્ષસ
કામ કરે કૂબડ