હેલો મિત્રો | | તમને મારી નવી ફિલ્મ કેવી લાગી ? શુ કહ્યુ હજુ સુધી તમે ફિલ્મ જોઈ જ નથી ? આવુ નહી ચાલે, ભણવાની સાથે સાથે ફિલ્મો જોવી પણ જરૂરી છે. આ ફિલ્મ જોઈને મને જરૂર લખજો |
| |
મારી પહેલી ફિલ્મ 'દિલ ચાહતા હૈ'થી જ્યારે હું શરૂઆત કરી ત્યારે મારી આ ફિલ્મને લોકોએ ખૂબ જ પસંદ કરી હતી. આ ફિલ્મએ મને ઘણા એવોર્ડ અપાવ્યા. ફિલ્મ ખાસ કરીને યુવાનો ને ખૂબ જ ગમે. ફિલ્મ તો 'લક્ષ્ય' પણ સારી બની હતી. મેં દિલથી બનાવી હતી. મિત્રો, જો તમે એવુ વિચારતા હોય કે ફિલ્મ બાનવવામાં કોઈ ખાસ મહેનત નથી કરવી પડતી તો તમે ખોટું વિચારી રહ્યા છો. આ માટે ખૂબ જ મહેનત કરવી પડે છે. ફિલ્મ બનાવવા માટે પણ ખૂબ જ અભ્યાસ કરવો પડે છે. તેને માટે ખૂબ જ મહેનત કરવી પડે છે. શાળાના દિવસોમાં કરવામાં આવેલો અભ્યાસ ફિલ્મ બનાવવામાં પણ કામ આવે છે. હવે જુઓ આ નવી ફિલ્મ 'રોક ઓન' તમને રોક મ્યુઝિક વિશે બતાવશે. આ એક જુદા જ પ્રકારનું સંગીત છે. આ ખરાબ નથી. આમાં પણ મજા છે.
મિત્રો, જ્યારે હું તમારા જેટલો હતો ત્યારે ગિટાર વગાડતો હતો, અને વિચારતો હતો કે હું પણ રોક સ્ટાર બની જવુ. આ ફિલ્મએ મને રોક સ્ટાર બનાવી દીધો. બાળપણમાં જોયેલું સપનું મોટા થઈને સાચું કરતા આવડવુ જોઈએ. તમે આજે ફિલ્મમાં જેને હીરો બનેલો જુઓ છો તેને પહેલા ઘણી મહેનત કરી હોય છે. હવે મારી વાત કરો તો મારી પર શરૂઆતથી જ ફિલ્મોનો જાદુ હતો. ઘરમાં ફિલ્મી વાતાવરણ હતુ. માઁ (હની ઈરાની) એક નિર્દેશક હતા અને પિતા (જાવેદ અખ્તર)ગીતકાર. અહીં થી જ મને કાંઈક જુદુ વિચારવાની તક મળી ગઈ હતી. 17 વર્ષ થયા પછી મેં સિનેમાટોગ્રાફર મનમોહનસિંહની સાથે કામ કરવાનુ શરૂ કરી દીધુ.
તેઓ તે સમયે 'લમ્હે' ફિલ્મ માટે કામ કરી રહ્યા હતા. આ પછી મેં પંકજ પરાશરની સાથે કામ કર્યુ. આ પછી પણ ટેલીવિઝનને માટે કામ કરતા સીખ્યો કે સ્ક્રિપ્ટ કેવી રીતે લખવામાં આવે છે. જ્યારે પિતા 'લગાન'ના ગીતો લખી રહ્યા હતા તો મેં પણ તેમા ભાગ લીધો હતો. 25 વર્ષની વયે મે મારી પહેલી ફિલ્મ માટે કામ કરવાનું શરૂ કર્યુ. અને જ્યારે મારી પહેલી ફિલ્મ 'દિલ ચાહતા હૈ' આવી તો લોકોએ તેને ખૂબ જ પસંદ કરી. આ ફિલ્મને બેસ્ટ હિંદી ફિલ્મનો એવોર્ડ મળ્યો. મિત્રો આ જ મારી પૂરી વાર્તા છે. આની આગળની વાર્તા તો તમે નજરે જોશો જ.
મિત્રો.... જો તમારો ઈરાદો પાકો છે ત તમે પણ ધીરે ધીરે તમારી જાતને સારી બનાવતા જાવ. ડોક્ટર બનવુ છે, એંજીનિયર બનવુ છે કે પછી મારી જેમ ફિલ્મ બનાવવી છે... આ જો તમે અભ્યાસની સાથે જ નક્કી કરી લો તો બહુ જ સારુ ગણાશે. આવુ કરવાથી તમને એક દિશા મળી જાય છે અને તમે એ જ દિશામાં આગળ વધો છો.
જો તમે કોઈ એક દિશામાં આગળ વધી રહ્યા હોય તો તમારે બીજી વસ્તુઓને છોડી દેવી ન જોઈએ. તેના પર પણ થોડુ થોડુ ધ્યાન રાખવુ જોઈએ. શોખ તો ઘણા હોવા જોઈએ. એક નિર્દેશકને ઘણા શોખ રાખવા પડે છે. જેવા કે પાત્રને ઓળખતા આવડવું જોઈએ. સારા સંગીતની સમજ હોવી જોઈએ, લોકેશન વિશે માહિતી હોવી જોઈએ. વાર્તા કહેવાનો સારો ઢંગ આવડવો જોઈએ. આમ પણ જે રીતે શાળામાં મિત્રોને વાર્તા સંભળાવીએ છીએ. સીધી રીતે વાત કહેવાથી દરેકને સમજાય જાય છે. વાર્તા કહેવાનો ઢંગ સીધો અને મજેદાર હોવો જોઈએ. આ મજેદાર રીત જ આપણને બીજાથી જુદા તારવે છે.
તમે તેને આ રીતે પણ કહી શકો એક પરીક્ષામાં એક જ પ્રશ્નનો જવાબ બધા જ લખે છે. પણ જે વ્યવસ્થિત સમજાવીને લખે છે, ડાયેગ્રામ બનાવે છે, તેને વધુ નંબર મળે છે. તો એ જ રીતે તમારી વાત કહેવાનો ઢંગ શીખો. એ સમજાવવુ જોઈએ કે તમે શુ કહો છો તો વાત સહેલી થઈ જશે. આશા છે કે તમે વાતને સમજી જશો.
તમારો મિત્ર ફરહાન અખ્તર
|