મુખપૃષ્ઠ > વિવિધ > બાળ જગત > વાર્તા > સફેદ કોટ પર કાળી પટ્ટીયો
સૂચનામિત્રને મોકલોઆ પેજ પ્રિન્ટ કરો
 
સફેદ કોટ પર કાળી પટ્ટીયો

N.D
ઝેબ્રાના શરીર પર પહેલાથી જ કાળી પટ્ટીયો નહોતી. એ એકદમ સફેદ રંગનો હતો. દેખાવમાં ભલે ઘોડાથી નાનો લાગતો હોય પણ સફેદીમાં તો તે ઘોડાને પણ ફિક્કો પાડતો હતો. એક ઝેબ્રાની ભૂલને કારણે બધા ઝેબ્રાના શરીર પર કાળી પટ્ટીયો આવી ગઈ. આવો જાણીએ કેમ આમ બન્યુ -

બહુ પહેલા કોઈ એક ગામની પાસેના જંગલમાં એક જીબ્રા રહેતો હતો. તે જંગલમાં મસ્તીથી રહેતો અને આમ-તેમ ફરતો. ગામમાં તે સમયે લોકો ઘોડો પાળતા હતા. તે સમય સુધી ઝેબ્રા તરફ કોઈનું ધ્યાન નહોતું ગયુ. આ એ સમય હતો જ્યારે ઝેબ્રાનુ ઉજળુ શરીર તડકામાં ચમકતુ હતુ. જંગલના બધા જાનવરોમાં તે પોતાના સફેદ કોટ માટે જાણીતો હતો.

જંગલમાં એક જેબ્રા જ્યારે પણ ગામમા ફરવાની પોતાની ઈચ્છા બતાવતો ત્યારે બીજા જાનવરો તેને ગામની તરફ જવાની ના પાડતા હતા. જંગલના જાનવરોની સલાહ યોગ્ય પણ હતી, કારણ કે આકર્ષક અને તાકતવર ઝેબ્રાને જોઈને ગામવાળા તેને પકડી શકતા હતા. ઝેબ્રાને આ વાત ખૂંચતી હતી. એક વાર તેણે વિચાર્યુ કે ચાલો ગામમાં ફરીને જોઈ આવીએ. દિવસે ગામમાં ભીડ રહેતી હતી તો તેણે વહેલી સવારે જ ગામમાં ફરી આવવાની પાકું મન બનાવી લીધુ.

જલ્દીમાં ઝેબ્રા જંગલમાંથી નીકળ્યો અને ગામમાં દાખલ થયો. તેને ગામની ગલિયો અને ત્યાંના બજારો જોઈને નવાઈ લાગી. તેણે વિચાર્યુ કે ગામ કેટલુ સરસ છે. અહીં કેટલી શાંતિ છે. ઝેબ્રાને ફરતાં-ફરતાં સમયનુ ભાન ન રહ્યુ અને સવાર પડી ગઈ. થોડી જ વારમાં શાંતિ શોરબકોરમાં ફેરવાઈ ગઈ. લોકોએ જ્યારે ઝેબ્રાને જોયો ત્યારે વિચાર્યુ કે આ તો ઘણો જ આકર્ષક જાનવર છે, ચાલો આને પકડી લઈએ. ઝેબ્રાના સફેદ કોટે લોકોને પ્રભાવિત કર્યા હતા. લોકોએ ઝેબ્રાને પકડવા તેની પાછળ જાળી લઈને દોડ્યા.

ઝેબ્રા ભાગ્યો. તેને પોતાના વડીલોની શીખ યાદ આવી કે ગામની તરફ ન જઈશ, નહિ તો લોકો તને પકડી લેશે. ઝેબ્રા ગભરાયુ. હવે આગળ ઝેબ્રા અને પાછળ ગામવાળા ભાગી રહ્યા હતા. ત્યારે જ ઝેબ્રાને એક વિચાર આવ્યો. તેણે જોયુ કે ગામમાં એક જગ્યાએ કાળા રંગના કલરનો ડબ્બો પડ્યો હતો. ઝેબ્રાએ વિચાર્યુ કે જો હુ આ કલરથી મારા શરીર પર કાળી પટ્ટીયો બનાવી લઈશ તો કોઈ મને ઓળખી નહી શકે. ગામવાળાઓએ જ્યારે ઝેબ્રાને પકડ્યુ તો જોયુ કે તેના શરીર પર કાળી પટ્ટીયો હતી અને તે સુંદર નહોતો લાગી રહ્યો. જેટલો પહેલા લાગી રહ્યો હતો. લોકોએ તેને છોડી દીધો. ઝેબ્રા જીવ બચાવીને ભાગી આવ્યો.

જંગલમાં આવ્યા પછી જ્યારે ઝેબ્રાએ પોતાની સાથે થયેલ ઘટના બધાને સંભળાવી તો સૌ એ વિચાર્યુ કે આ રીતે કલર લગાવી લેવાથી મુસીબતથી બચી શકાય છે. તેથી બધાએ પોતાના શરીર પર કાળી પટ્ટીયો બનાવી લીધી. આવતી પેઢીમાં લોકોને આ રીતે કાળી પટ્ટીયો બનાવવાની જરૂર ન પડી કારણ કે તેઓ જન્મની સાથે જ શરીર પર કાળી પટ્ટીયો લઈને જનમ્યા હતા. બસ ત્યારથી ઝેબ્રાના શરીર પર કાળી પટ્ટીયો જોવા મળી છે.

જોયુ ને બાળકો, કોઈની વાત ન માનવાનુ પરિણામ ? જો એ જંગલમાં પોતાના વડીલોની વાત માની લેતો અને ગામમાં ન જતો તો આજે તેની પાસે આકર્ષક સફેદ કોટ રહેતો અને તે જંગલમાં સૌથી આકર્ષક જાનવર કહેવાતો.
સંબંધિત જાણકારી શોધો
ઘણું બધુ
બાળકો દ્વારા બાળ પારાયણ
મળો તમારા મિત્ર ફરહાન અખ્તરને
માતાની મહેનતે બનાવ્યો વૈજ્ઞાનિક
ચમચમ ચાચા છેવટે પલળી જ ગયા
વધુ માર્કસ મેળવવાનુ રહસ્ય
પહેલવાનનો દેશપ્રેમ