મુખપૃષ્ઠ > વિવિધ > બાળ જગત > વાર્તા > શાળા
સૂચનામિત્રને મોકલોઆ પેજ પ્રિન્ટ કરો
 
શાળા

N.D
તેની ઉમંર મુશ્કેલીથી પાંચ વર્ષથી વધુ નહી હોય. તેને એવુ લાગતુ હતુ કે બધા તેનાથી કંટાળી ગયા છે. આ પહેલા તે જ્યારે પણ મસ્તી કરતો ત્યારે ઘરના બધા સભ્યો હંસી પડતા અને ઉપરથી વ્હાલ કરતા કે જાણે કે પોતે આવી મસ્તી કરીને સૌને ખુશ કરી નાખ્યા હોય. તે પણ ખુશ થઈ જતો.

પરંતુ હવે તેની એ જ વાતો, એજ મસ્તી લોકોને ખરાબ લાગી રહી છે. બધા લોકો હવે તેને બાળપણની એ લીલાઓને ગંદી હરકતો ગણાવે છે. બધા તેને લડ્યા કરે છે. અને વારે-ઘડીએ શાળામાં દાખલ કરવાની ધમકી આપે છે. તેનુ નાનકડું મન એ વિચારીને હેરાન થઈ જાય છે કે હવે આવુ કેમ થાય છે ? દરેક વાત પર તેને શાળામાં દાખલ કરવાની ધમકી કેમ આપવામાં આવે છે.

તેનાથી ફૂલદાની તૂટી ગઈ તો મમ્મી તેને લઢી - 'તુ બહુ જ મસ્તીખોર થઈ ગયો છે, તારા પપ્પાને કહુ છુ કે કાલે જ શાળામાં તારું એડમિશન કરાવી દે.

આ પહેલા જ્યારે તે ઉંધતો ત્યારે તેને ડિસ્ટર્બ ન થાય અને તે ઉઠી ન જાય તેનુ ઘરમાં બધા ખૂબ જ ધ્યાન રાખતા હતા. પરંતુ હવે ઉઠવામાં મોડુ થાય છે તો પપ્પા કહે છે -'દીપૂ તુ ખૂબ જ આળસું થઈ ગયો છુ, ચાલ તને શાળામાં દાખલો અપાવી દઉં છુ.'

જે આંટી તેને રમાડતા થાકતી નહોતી તે આંટીના કુંડામાંથી ફૂલ તોડ્યુ તો તે લડવા માંડી - 'ગંદી આદતો શીખી રહ્યો છે, તારી મમ્મીને કહું છુ કે તને શાળામાં દાખલ કરી દે.

એ નાનકડું મન વિચારી-વિચારીને ગભરાઈ જતુ કે શુ હોય છે શાળા ? તેને લાગતુ કે શાળા એ જગ્યા છે જ્યાં ફૂલદાની તોડવા પર, મોડા ઉઠવા પર અને ફૂલ તોડવા પર સારે એવી સજા મળતી હશે.

છેવટે એક દિવસ તેને શાળામાં જવુ જ પડ્યુ. તેણે શાળામાં પ્રવેશ કરતા જ જોયુ કે તેના જેટલા જ બાળકો કાન પકડીને ઉઠ-બેસ કરી રહ્યા હતા. તે તો વધુ ગભરાઈ ગયો અને જ્યારે તેના પપ્પા તેને છોડીને જતા રહ્યા તો તે ધીરેથી એકલો ભાગી નીકળ્યો.......
 Play Free Online Games  Click Here
 Blogs, Videos and More  Click Here
 Send Musical and Animated Cards  Click Here
 Simple, Fast & Free Email Service  Click Here
સંબંધિત જાણકારી શોધો
ઘણું બધુ
સફેદ કોટ પર કાળી પટ્ટીયો
બાળકો દ્વારા બાળ પારાયણ
મળો તમારા મિત્ર ફરહાન અખ્તરને
માતાની મહેનતે બનાવ્યો વૈજ્ઞાનિક
ચમચમ ચાચા છેવટે પલળી જ ગયા
વધુ માર્કસ મેળવવાનુ રહસ્ય