મુખપૃષ્ઠ > વિવિધ > બાળ જગત > વાર્તા > દાદીની વાર્તા
સૂચનામિત્રને મોકલોઆ પેજ પ્રિન્ટ કરો
 
દાદીની વાર્તા

N.D
જ્યારે હુ થોડો નાનો હતો ત્યારે મારી દાદી મને આ વાર્તા સંભળાવતી હતી

એક સમયની વાત છે સાત બહેનો હતી. છ બહેનો પૂજા-પાઠ કરતી હતી, પરંતુ સાતમી બહેન નહોતી કરતી. એક વાર ગણેશજીએ વિચાર્યુ આ સાત બહેનોની પરીક્ષા કરુ છુ. તેઓ સાધુના રૂપમાં આવ્યા અને દરવાજો ખટખટાવ્યો. એક બહેને દરવાજો ખોલીને સાધુનુ સ્વાગત કર્યુ અને તેમને બેસાડીને પાણી પીવડાવ્યુ.

પહેલી બહેનને ગણેશજીએ કહ્યુ - તુ મારી માટે ખીર બનાવી દે, હું ખૂબ જ દૂરથી આવ્યો છુ. એણે તો ના પાડી દીધી. આ રીતે છ બહેનોએ ના પાડી દીધી. પરંતુ સાતમી બહેન જે પૂજા-પાઠ નહોતી કરતી તેણે હા કહી દીધુ. તેણે ચોખા વીણવાની શરૂઆત કરી અને પછી ખીર બનાવવાની શરૂઆત કરી.

કાચી પાકી ખીર તેણે ચાખી પણ લીધી અને પછી સાધુ મહારાજને ખીર આપી. સાધુએ કહ્યુ - તુ પણ થોડી ખીર ખાઈ લે. સાતમી બહેને કહ્યુ મેં તો ખીર બનાવતાં બનાવતાં જ ખાઈ લીધી. ગણેશજી પોતાના અસલી સ્વરૂપમાં આવી ગયા અને બોલ્યા હું તને સ્વર્ગમાં લઈ જઈશ. બહેને કહ્યુ કે હું એકલી નહી આવુ. મારી છ બહેનોને પણ સાથે લો તો જ હું આવીશ. ગણેશજી ખુશ થઈ ગયા અને બધાને સ્વર્ગમાં લઈ ગયા. સ્વર્ગમાં બધાએ ખૂબ મસ્તી કરી, ફર્યા અને પાછા આવી ગયા. વાર્તા પુરી.
 Play Free Online Games  Click Here
 Blogs, Videos and More  Click Here
 Send Musical and Animated Cards  Click Here
 Simple, Fast & Free Email Service  Click Here
સંબંધિત જાણકારી શોધો
ઘણું બધુ
સફેદ કોટ પર કાળી પટ્ટીયો
બાળકો દ્વારા બાળ પારાયણ
મળો તમારા મિત્ર ફરહાન અખ્તરને
માતાની મહેનતે બનાવ્યો વૈજ્ઞાનિક
ચમચમ ચાચા છેવટે પલળી જ ગયા
વધુ માર્કસ મેળવવાનુ રહસ્ય