મુખપૃષ્ઠ > વિવિધ > બાળ જગત > વાર્તા > કલાકારને ગીફ્ટ
સૂચનામિત્રને મોકલોઆ પેજ પ્રિન્ટ કરો
 
કલાકારને ગીફ્ટ

'એક કલાકાર બની રહેલા બાળક માટે!' બિશુ કાકા બોલ્યા.

ઝુમકુએ તે સુંદર નીલા રંગના ડબ્બા તરફ જોયું, જે તેના બિશુ કાકાએ તેને હમણાં જ ગીફ્ટમાં આપ્યો હતો. રંગનો ડબ્બો તે પ્રખ્યાત કંપનીનો હતો જે રંગ બનાવવા માટે ખુબ જ વિશ્વ સ્તર પર જાણીતી હતી. ઝુમકુને બિશુ કાકાને પોતાની તરફથી આ વિદેશ મોકલાયા હતાં. કાકા વિદેશથી પોતાના ભત્રીજા અને ભત્રીજીઓ માટે ખુબ જ સારી ભેટ આપી હતી.

રાજુ માટે શતરંજનો સેટ, ટુબલુ માટે રેલગાડી, શુભા માટે પોનીટેલવાળી ઢીંગલી અને કેટલાયે પ્રકારની ગીફ્ટ લાવ્યાં હતાં. ઝુમકુ માટે તો આ માત્ર રંગનો ડબ્બો જ હતો. કેટલો સરસ છે? તેની માઁ ખુશ થઈને બોલી, 'આટલો સુંદર રંગનો ડબ્બો મે ક્યારેય પણ નથી જોયો'. તેની પાસે કેટલાયે કેટલાયે પ્રકારના કલરના ડબ્બા હતાં. તેમાં સાધારણ રીતે નીલા, ભુરા અને લાલ રંગ જ હોય છે. પરંતુ આ ડબ્બાના લીસ્ટમાં તો આ રંગોની નામની જગ્યાએ અલ્ટ્રામેરીન, બર્લ્ટ, સિએના અને સ્કારલેટ લખ્યાં હતાં.

આ ડબ્બો હતો જ એવો કે કોઈ પણ ચિત્રકાર બાળકને મળે તો તે પણ ખુશ થઈ જાય. જ્યારે બિશુ કાકા પોતાની વિદેશ યાત્રા વિશે વાતો કરવા લાગ્યા ત્યારે ઝુમકુ ત્યાંથી ઉભી થઈને આવી ગઈ. ફરીથી એક રંગનો ડબ્બો ! ઝુમકુ ઉદાસ થઈ ગઈ. શું કોઈને સમજણ નથી પડતી કે તેને કલરના ડબ્બા નહી પણ ઢીંગલી જોઈએ છે.

ઝુમકુએ જ્યારથી હાથમાં સરખી રીતે પેંસીલ અને બ્રશ પકડ્યું હતું ત્યારથી તેને ડ્રોઈંગનો ખુબ જ શોખ હતો. તેની અંદર આ પ્રતિભા હતી અને બધા લોકો પણ તેને માનતા હતાં. જ્યારે તે નાની હતી ત્યારે પણ તે એટલા બધા સુંદર ચિત્રો બનાવતી હતી કે તેના ચિત્રોને પોસ્ટરની જેમ ચોટાડવામાં આવતાં હતાં. તેની માતાએ એટલા માટે એક થર્મોકોલનું બોર્ડ લોબીમાં લગાવી રાખ્યું હતું. આ લોબી પર તે તેના બધા જ ચિત્રો અને સ્કેચને લગાવી દેતી હતી, જેને ઝુમકા રોજ બનાવતી હતી. અહીંયાથી પસાર થનારા લોકો તેને જોતા હતાં અને જોઈને ઝુમકાની પ્રશંસા કરતાં હતાં. તેના દ્વારા બનાવેલી પેઈંટીંગને તેમના ઘરે આવનાર તેમના સંબંધીઓ માંગીને લઈ જતાં હતાં તેમના ઘર અને ઓફીસમાં લગાવવા માટે. એક વખત ઝુમકા બિશુ કાકાની ઓફીસે ગઈ હતી ત્યાં તેણે જોયું કે બિશુ કાકાએ તેના દ્વારા બનાવેલા સ્કેચને તેમના ટેબલના કાચની નીચે લગાવી રાખ્યાં હતાં. તે વખતે તે ખુબ જ ખુશ થઈ હતી.

ઝુમકા સાચે જ કલાકાર છે, ઝુમકાના માતા-પિતા, સંબંધી, પડોશી બધા ક તેને કહેતાં- 'ઝુમકાને પ્રોત્સાહન આપવું જોઈએ'. ઝુમકાને પ્રોત્સાહિત કરવા માટે દરેક જણ તેને કલર, બ્રશ, કલર પ્લેટ, ઈંજેલ આપતાં હતાં. નવું વર્ષ હોય કે જન્મ દિવસ, દિવાળી હોય કે અન્ય કોઈ તહેવાર, કે પછી તહેવાર ના પણ હોય તો પણ ઝુમકાને તો માત્ર ચિત્ર બનાવવાનો જ સામાન મળતો હતો. તેની આંટીએ તો તેને 'હિસ્ટ્રી ઓફ આર્ટ' નામનું પુસ્તક આપ્યું હતું. આ પુસ્તકમાં ખુબ જ ચિત્રો હતાં, અને ઘણાં એવા ચિત્રો હતાં જેને સમજવા મુશ્કેલ હતાં.

હુ કદાચ યોગ્ય નથી કરી રહી- ઝુમકા પોતાને કહેતી, પરંતુ મને પણ ઘણી વખત ઈચ્છા થાય છે કે પેઈંટીંગ્સના સામાનની જગ્યાએ મને કંઈ બીજુ આપે. આ રંગનો ડબ્બો કેટલો સુંદર છે પરંતુ બિશુ કાકા આને શુભાને આપી દેતાં અને મને તેની ઢીંગલી આપતાં તો કેટલુ સારૂ. હું પણ તેને જાત જાતના કપડાં પહેરાવતી અને સુંદર રીતે તેને રાખતી. થોડી વાર પછી તેણે પોતાની બહેનને કહ્યું કે, 'શુભા તુ મારો ડબ્બો લઈ લે અને મને તારી ઢીંગલી આપને !', 'ના ક્યારેય પણ નહિ' શુભાએ ઝુમકાના હાથમાંથી ઢીંગલી ખેંચતાં કહ્યું- 'ઢીંગલી મારી છે, બિશુ કાકાએ મને આપી છે'. 'હા, પણ તારી પાસે તો ઘણી બધી ઢીંગલી છે ને અને તે દિવસે તુ મારા કલર સાથે પણ રમી રહી હતી ને!'

શુભાએ ઝુમકાને જીભ દેખાડી દિધી અને ત્યાંથી નાસી ગઈ. થોડી દૂર જઈને તેને કહ્યું કે, 'હું બિશુ કાકાને કહી દઉં છુ કે તને રંગનો ડબ્બો નથી ગમ્યો'.

'અરે ના ના, પ્લીઝ ચુપ થઈ જા', ઝુમકા બોલી, 'પ્લીઝ તુ બિશુ કાકાને કંઈ પણ ન કહેતી'.

તે વખતે જ ફોનની ઘંટડી રણકી. ફોન અનિતા માસીનો હતો. ' જરા કહે તો મને આજે સાંજે હું મારી સાથે કોની લાવી રહી છું? ' તેમના અવાજમાં ખુશી હતી. 'ચિત્રકાર જાનકી અમ્માને'. આજે તે મને મળી ગઈ, તને વિશ્વાસ નહી થાય ઝુમકા તેમણે મને તરત જ ઓળખી લીધી અને તેમને તારી મમ્મીની પણ યાદ છે. તેમને જોતા જ મને થતું કે કેમ નહિ હું તેમને મળવા માટે તમારા ઘરે લઈને આવું? તારે માટે આ ખુબ જ સારૂ રહેશે.

માઁ પણ અનિતા માસી સાથે ફોન પર વાત કરીને ખુબ જ ખુશ થઈ અને મહેમાન માટ તૈયારી કરવા લાગી ગઈ.

ઝુમકા માઁ પાસેથી જાનકી અમ્મા વિશે ઘણું બધુ સાંભળતી હતી. ઝુમકાને તેની માઁ એ એક પુસ્તક પણ આપ્યું હતું જેમાં અમ્માની ઘણી બધી પેઈંટીંગ્સ છપાયેલી હતી. અમ્માની પેઈંટીંગ્સ પ્રભાવશાળી હતી. પેંટ-બ્રશ સામાન્ય રીતે તેમના વાળમાં જ ગુંથાયેલા રહેતા હતાં. ઝુમકાએ પોતાની જાતને તેમને મળવા માટે તૈયાર કરી.

બિશુ કાકા ઝુમકાને સમજાવવા લાગ્યા કે તેણે અમ્મા જેવી મહાન કલાકારની સામે કેવી રીતે વર્તવું જોઈએ. 'તેમને પુછજે કે તેઓ કેવા પ્રકારના રંગનો ઉપયોગ કરે છે પછી હું તારે માટે પણ એવા જ રંગ લાવી દઈશ'.

માઁ એ પિતાજીને પણ ફોન કરીને જણાવી દિધું હતું તેથી તેઓ પણ ઓફીસથી એક કલાક વહેલા આવી ગયાં હતાં. બધા મળીને અમ્માજીની રાહ જોવા લાગ્યા. થોડીક વાર પછી જાનકી અમ્માની સાથે આવતી અનિતા માસીના મોઢા પર ગર્વનો ભાવ જોવા મળ્યો.

અમ્માજીએ ખુબ જ સુંદર ડિઝાઈનવાળી સાડી પહેરી હતી, તેની અંદર પણ ઘણી જગ્યાએ ડાઘ લાગેલા હતાં.

'લાગે છે, અમ્મા પોતાના કામમાં ખુબ જ વ્યસ્ત હશે, જ્યારે અનિતા માસીએ તેમને કામમાંથી અલગ કર્યા હશે ત્યારે તેઓ સાડી વડે પોતાના હાથ લુછીને બ્રશને પોતાના માથામાં જ ખોસીને આવી ગઈ હશે.'

તેમના ખભા પર એક સુંદર બેગ લટકી રહી હતી જેમાં રંગીન કાગળોમાં લપેટેલી ગીફ્ટ હતી. 'તો તુ બેંગલોરમાં અમારા પડોશમાં રહેનારી નાની બે છોકરીઓમાંની મોટી છે ને!' જાનકી અમ્માએ માતાને હસતાં હસતાં કહ્યું, અને હવે તારી પણ બે પુત્રીઓ છે.

શુભા અને ઝુમકાનો તેમની પાસે સારી રીતે પરિચય કરાવવામાં આવ્યો. શુભાએ પોતાની તે જ કવિતા સંભળાવી જે બધાની સામે સંભળાવતી હતી. અને ઝુમકાએ તેના બધા જ પેઈંટીંગ્સ બતાવ્યા. અમ્માએ કહ્યું કે, 'મને આ પેઈંટીંગ્સ ખુબ જ ગમી' જે કોઈને ગમી ન હોતી અને અનિતા માસીને તો તે નકામી લાગતી હતી. અમ્માએ કહ્યું, 'આ ચિત્ર ખુબ જ જીવંત છે'.

એટલામાં અચાનક જ બિશુકાકાએ ઝુમકા તરફ ઈશારો કર્યો કે તેમને પુછ કે સૌથી સારો રંગ કયો છે? 'મેડમ, આને તમારી તરફથી કોઈ બહુમુલ્ય સલાહ આપો', પિતાજીએ કહ્યું. કે તે કેવી રીતે આગળ વધે? જાનકી અમ્માએ હસતાં કહ્યું-, 'આને આ બધી વાતો જાતે જ જાણવા દો, મારી પાસે તેને લાયક કોઈ જ સલાહ નથી. અરે હા હું તો ભુલી જ ગઈ કે હું તમારા બંને માટે કંઈક લાવી છું'.

અમ્માજીએ તેમના થેલામાંથી બે ભેટ કાઢી અને એક શુભા અને એક ઝુમકાને આપી. ઝુમકા સમજી ગઈ કે તેમાં ઢીંગલી છે. ઢીંગલી! પરંતુ અમે તો એવું ધાર્યું હતું કે તમે તેને કંઈક ચિત્રને લગતી વસ્તુ આપશો- માઁ, પિતાજી, અનિતામાસી બધા જ બોલી ઉઠ્યાં.

જાનકી અમ્માએ ઝુમકા સામે મસ્તીભરી નજરે જોયું અને પુછ્યું- 'ઝુમકા તને આ ગીફ્ટ પસંદ છે?' ઝુમકાએ પણ પોતાની ભડાશ કાઢતાં કહ્યું કે, 'હા મને જરૂર ગમી, કેમકે હું પણ ઈચ્છતી હતી કે મને પણ કોઈ ચિત્રથી અલગથી કોઈ ભેટ આપે. મને પણ ઈચ્છા હતી કે મને પણ કોઈ ઢીંગલી આપે'.

ઝુમકાના ઘરવાળાઓએ અમ્માને પુછ્યું કે, 'તમને કેવી રીતે ખબર પડી કે, ઝુમકાને ઢીંગલી જોઈએ છે? અમે ઘરવાળાઓએ તો ક્યારેય પણ આ વિશે વિચાર જ નહોતો કર્યો'.

અમ્માએ કહ્યું કે, 'હુ જ્યારે આ નાની બાળકી હતી ત્યારે મને પણ બધા ચિત્રને લગતી જ ગીફ્ટ આપતાં હતાં, મારૂ પણ મન હતું કે કોઈ મને ટેડિબિયર આપે. પરંતુ કોઈ તેને સમજી શક્યુ નહિ, અને તેનાથી પણ ખરાબ મને કંઈ મળ્યું તો તે હતી સલાહ! આખરે ઉભરી આવતાં બાળકોને પણ જરૂરત હોય છે એક ટેડિબિયરની જેને તેઓ પોતાના ગળે લગાડી શકે, આખરે તે પણ બાળકો છે'.

'અમે આ વાતને હંમેશા ધ્યાનમાં રાખીશું', માઁએ ઝુમકાને ગળે લગાવતાં કહ્યું, જે પોતાની ઢીંગલીને છાતી સરસી ચાંપીને ઉભી હતી.
 Play Free Online Games  Click Here
 Blogs, Videos and More  Click Here
 Send Musical and Animated Cards  Click Here
 Simple, Fast & Free Email Service  Click Here
ઘણું બધુ
પૃથ્વીરાજ ચૌહાણ
વેબ દુનિયા પર વાંચો અમરચિત્રકથા
વાહ રે કાર ચોર !
ભેંસના પેટમાં પણ નેટવર્ક ?
ચીલ માટે ભારાઈ આવ્યુ હ્રદય
હબ્બુરાય અને ગબ્બુરાય