લોકગીત
કોઈ ગોતી દેજો રે, કોઈ ગોતી દેજો રે; મ્હારા કા'ન કુંવરિયાની ઝૂલડી, મ્હારા શ્યામ સુંદરિયાની ઝૂલડી. સાવ રે સોના કેરી ઝૂલડી, માંહી રૂપા કેરા ધાગા; અવર લોકને ઓપે નહિ, મ્હારા કા'નકુંવરજીના વાધા રે ! --- મ્હારા. શેરીએ શેરીએ સાદ પડાવું ને ધર ધર હાલુ છું જોતી; એ રે ઝૂલડીમા કાંઈ નથી બીજું, એને છેડે કળાયલ મોતી રે !; --- મ્હારા. માતા જ્શોદાજી મહી વલોવે ને કા'નો વળગ્યો કોટે, એ રે ઝૂલડીને કારણિયે, મ્હારો લાડકવાયો લોટે રે, --- મ્હારા.
|