મુખ પૃષ્ઠ > વિવિધ > સાહિત્ય > કાવ્ય
સૂચનામિત્રને મોકલોઆ પેજ પ્રિન્ટ કરો
 
મને જોઈને ઊડી જતા પક્ષીઓને
સુરસિંહજી તખ્તસિંહજી ગોહેલ - કલાપી

રે પંખીડા, સુખથી ચણજો, ગીત વા કાંઈ ગાજો,
શાને આવા મુજથી ડરીને ખેલ છોડી ઊડો છો ?
પાસે જેવી ચરતી હતી આ ગાય, તેવો જ હું છું
ના, ના, કો દી તમ શરીરને કાંઈ બાહિ કરુ હું,

ના પાડી છે તમ તરફ કૈં ફેંકવા માળીને મેં,
ખુલ્લુ મારુ ઉપવન સદા પંખીડાં સર્વને છે;
રે રે ! તોયે કુદરતી મળી ટેવ બીવા જનોથી,
છો બીતાં તો મુજથી પણ સૌ ક્ષેમ તેમાં જ માની.

જો ઊડો તો જરૂર ડર છે ક્રૂર કો હસ્તનો, હા !
પાણો ફેંકે તમ તરફ, રે ! ખેલ એ તો જનોના !
દુ:ખી છું કે કુદરત તણા સામ્યનું ઐક્ય ત્યાગી,
રે રે ! સત્તા તમ પર જનો ભોગવે ક્રૂર આવી.
ઘણું બધુ
શિશિર ઋતુનું વર્ણન
શિકારીને
આવો ફરી દીવા પ્રગટાવીએ
'પ્રથા' સામે 'વ્યથા'...!
"આપણું કે પછી પારકું" ?
આઝાદી?