દિન એક ગયો, પછી લાખ ગયા, શિરમાં પળિયાં પણ આવી ચૂક્યા ! ઉરનું જળવુંય શમી જ જશે, પણ તે ચટકું ફરી ક્યાં મળશે ? 1
દિનરાત સદાય જળ્યાં કરવું ! સહતાં સહતાં પણ કેમ સહુ ? સહશું રડશું, જળશું, મરશું, સહુ માલિકને રુચતું કરશુ ! 2
કંઈ બાકી રહ્યું ? હરિ ! યાચી લઉં ! ન સુકાવ ભલે જલ નેત્ર તણું, પણ તે દિલને વિસરાવીશ ના, સ્મૃતિ તે રહી તો દુ:ખ લાખ ભલાં ! 3
|