એક શરણાઈવાળો સાત વર્ષ સુધી શીખી, રાગ રાગણી વગાડવામાં વખણાયો છે;
એકને જ જ જાચું એવી ટેક છેક રાખી, એક શેઠને રીઝાવી મોજ લેવાને મંડાણો છે;
કહે દલપત પછી બોલ્યો કંજૂસ શેઠ ગાયક ન લાયક તુ ફોકટ ફૂલાણો છે:
પોલું છે તે બોલ્યુ તેમાં કરી તેશી કારીગરી, સાંબેલુ બજાવે તો હું જાણુ, કે તુ શાણો છે.
|