તારા બહુ ઉપકાર રસીલી, તારા બહુ ઉપકાર; તું ઉરનો ધબકાર, રસીલી, તું અશ્રુની ધાર,
આ દિલડાંનુ ઝેર હળાહળ તું વિણ કો ગળનાર, બહુ દુખિયો પણ દુ:ખ શુ રોશે ? રોતાં ન મળે પાર.
રોતો ત્યારે ખોળે તારે શીર્ષ હતું દિલદાર ! સહુ ત્યજી ચાલ્યા, તું સુખણી થા, જીવીશ વિણ આધાર.
વીત્યાં સાથે તું વીતી જા, વીત્યાં સ્વપ્ન હજાર; મારાં આંસુ તારાં ગીતો ! પણ ક્યાં હવે સુણનાર ?
કોણ દબાવી જિગર નિચોવે ? મારો હું જ પુકાર; આ દિલ સખ્ત થયુ, તુ કોમલ તારો ના અહી કાર,
કેમ હસાયે, કેમ રડાયે, દિલનો તૂટયો તાર ! તિટ્યું વીણા કેમ બજાવુ, એ બસૂરો ઝણકાર !
આંખ ગઈ છે, ક્યાં છે આંસુ ? શુ ગાશે સુનકાર ? વિશ્વે છે ના શું એનુ એ ? છે ક્યાં એ રસધાર ? હવે ક્યા છે એ મળનાર ?
તું રસહેલી, હું રસહીણો ! ભેટું છેલ્લી વાર ! પણ હજુ લેજે કદી કદી સાર !
હું ડૂબનારો, તુ તરનારી; તરતાને તું તાર ! અરેરેરે ! ડૂબતાને તજ પ્યાર !
|