એક અડપલો છોકરો, જીવો જેનુ નામ : અતિશે કરતો અડપલાં, જઈ બેસે જે ઠામ,
કાગળ કાં લેખણ છરી, જે જે વસ્તુ જોય; ઝાલે ઝુમી ઝડપથી, હીરા જેવી હોય,
ના ના કહી માને નહી, કહ્યુ ન ધારે કાન; એને પણ દિન એકમાં, સર્વ વળી ગઈ સાન,
ડોસો ચસ્માં ડાબલી મેળી ચડીઆ માળ; અતિ આનંદે અડપલે, તે લીધા તત્કાળ,
ચશ્માં નાક ચઢાવીઆ, ખાડાળા જે ખોબ; ડાબલી લીધી દેખવા, ધારીને પગ ધુબ
ઢીલુ ન હતુ ઢાંકણુ, જબરૂ કીધુ ઝોર; ઉઘડતા તે ઉછળ્યુ, કેધો સોર બકોર,
આંખા મોં ઉપર પડી, તેમાંથી તપખીર; ફાંફાં મારે ફાંફડો, ધારે ન શક્યો ધીર,
ચશ્માં નાખ્યાં ચોકમાં છીં છીં છીંકો ખાય; થાક્યો તે થુ થુ કરી, જીવો રોતો જાય,
ચોળે ત્યાં તો ચો ગણો, આંખે આંધળો થાય; ડોસે દીધો દીકરો, ચશ્માંના ચોરાય.
ડોસે ડારો દઈ કહ્યુ, હસવું તે થઈ હાણ; લાડકડા એ લાગનો, જીવા છુ તુ જાણ
ચશ્માં તો વસમાં થયા, ડબીએ વાળ્યો ડાટ; જીવે ફરીને જીવતા, ઘડ્યો ન એવો ઘાટ.
થોભ નહી જ્યાં લોભનો, શોભા સઘળી જાય; તૃષ્ણાથી તરસ્યો સદા, ધનથી નહી ધરાય.
|