ઘરતીના ધબકારા મને મંદ મંદ લાગેધરતીની મહેંક મને ઓસરતી લાગે ઘરની શેરીઓ મને સૂની સૂની લાગેમાનવીના શ્વાસ મને તૂટક-તૂટક લાગે છોડવાના ફૂલ મને રસહીન લાગે ખુદ છોડવાં મને કસહીન લાગે મંદિરના સુરો મને બેસૂરો નાદ લાગે દર્શન થકી મને પ્રભુ નાસતો લાગે કેમ આજ આવુ મને અણગમતું લાગે ? પૂછું હુ માનવીને પૂછું ઓલ્યા સંતનેકેમ અલ્યા દ્રુષ્ટો કુદરતની ખીજ પડી માથે ? - જે. કે સુથાર |
| સંબંધિત જાણકારી શોધો |
|