વનમાં વૃક્ષોનો વાસ રહેવા દોતળાવ-ઝરણામાં શ્વાસ રહેવા દો વૃક્ષ હોય છે વસ્ત્ર જંગલના ઝૂંટવો નહી આ પોશાક રહેવા દો વૃક્ષ પર માળો છે પક્ષીનો તોડશો નહી આ નિવાસ રહેવા દો વૃક્ષ-છોડ ચિરાગ છે વનના વનમાં બાકી ઉજાસ રહેવા દો વન વિલક્ષણ વિદ્યા છે કુદરતનીઆ અમાનતને ખાસ રહેવા દો |