વાર્તા | આજનો શેર | પ્રસિદ્ધ લેખકો | કાવ્ય
મુખપૃષ્ઠ » વિવિધ » સાહિત્ય » વાર્તા » ગંદી વાતો
Feedback Print Bookmark and Share
 

N.D
ગભરાઈને બેસી ગયો. માથા પર હાથ જતો રહ્યો, ભીનુ-ભીનુ લાગ્યુ, શુ લોહી ? નહી - નહી પરસેવો.
કોઈએ મારી ચાદર ખેંચી હતી. કદાચ બિલ્લી હતી, જે હવે ભાગી ગઈ હતી. મા પાસે નહોતી. દિલ જોરથી ધડકવા લાગ્યુ.
ગભરાતો બાથરૂમ તરફ આગળ વધ્યો.
'જાનેમન...! રૂમમાંથી પિતાજીનો અવાજ.
આ સાથે જ મા નુ હાસ્ય ગૂંજી ઉઠ્યુ.
ઉફ, રાતની વાત : આખો દિવસ વિચારતો રહ્યો... જાનેમન.
સાંજે રમીને ખુશીથી ઘરે પાછો ફર્યો.
સામે મા હતી. 'જાનેમન' કહીને હુ મા ને વળગી ગયો.
મા એ મને પાછળ ધકેલી દીધો. એ મને ખબર નહી શુ સમજીની તાકી રહી હતી.
N.D
જેમ તેમ કરીને મા ને માનવવા માંગતો હતો. 'સારુ મા, જાનેમનનો મતલબ શુ થાય છે ?
ક્ષણવારમાં જ એક જોરદાર થપ્પડ મારા ગાલ પર પડ્યો.
હું ધ્રુસકા ભરતો પાછળ સરકી ગયો.
'કાલથી તારુ રમવાનુ બંધ. હજુ ચાર વર્ષનો થયો નથીને છોકરાઓ જોડેથી ગંદી વાતો સીખવા લાગ્યો છે.'

તો શુ પપ્પા મમ્મી સાથે ગંદી વાતો કરે છે ?
તો પછી મા હસી કેમ રહી હતી ? અને હવે ?
સંબંધિત જાણકારી શોધો
આ પણ શોધો: સાહિત્ય, વાર્તા