1. લાઈફ સ્ટાઈલ
  2. »
  3. ગુજરાતી રસોઈ
  4. »
  5. માંસાહારી વ્યંજન

ચટપટા કોરમા

ચટપટા કોરમા
સામગ્રી - 100 ગ્રામ બોનલેસ ચિકન, 2 મોટા ચમચા ટામેટાનો રસ, 100 ગ્રામ બારીક સમારેલી ડુંગરી, 25 ગ્રામ દહીં ફીણેલું, એક મોટી ચમચી તેલ, એક ચમચી આદુ-લસણનું પેસ્ટ, અડધી ચમચી મરચાનું પેસ્ટ, એક ઈલાયચી, એક લવિંગ નાનો ટુકડો જાયફળ, નાનો ટુકડો તજ, અડધી ચમચી જીરા પાઉડર, અડધી ચમચી ધાણા જીરું, ચપટી ગરમ મસાલો, મીઠુ સ્વાદ મુજબ.

સજાવવા માટે - ક્રીમ, લીલાં મરચા, લીલા ધાણા, છીણેલું આદુ તથા જાયફળનો પાઉડર.

રીત - એક વાસણમાં તેલ ગરમ કરી તેમાં ઈલાયચી, લવિંગ અને તજ અને જાયફળનો નાખો. તે પછી આદુ-લસણનું પેસ્ટ અને મરચાનુ પેસ્ટ નાખી પાણી નાખીને ત્યાં સુધી બફાવા દો જ્યા સુધી મિશ્રણ તેલ ન છોડે.

હવે આમાં તળેલી ડુંગરી, ગરમ મસાલો, જીરા પાવડર, મરચાનો પાવડર, મીઠું અને પાણી નાખો. પાણી થોડું ઉકળવા દો. જ્યારે ઉકળી જાય ત્યારે ચિકન સાથે ટામેટાનો રસ અને દહીં નાખો. ચિકન જ્યાં સુધી બફાય નહી ત્યાં સુધી ઉકાળો. બફાયા બાદ એક બાઉલમાં કાઢી તેની ઉપર ક્રીમ, જાયફળનો પાવડર, છીણેલું આદુ,લીલાં ધાણા તથા લીલા મરચા નાખી સજાવો, અને ગરમા ગરમ પરોસો.
About Writer
વેબ દુનિયા