- માધુરીબેન ટોપીવાલા સામગ્રી - 3 બાફેલા ઈંડા, 2 બાફેલા બટાકા, 4 લવિંગ,8 થી 10 મરી, 1 ટુકડો આદુનો, 7 કળી લસણ, 3 લીલાં મરચાં, 1-2 ચમચી ગરમ મસાલો, 1 ચમચી ધાણાજીરું, ચપટી હળદર, મીઠુ સ્વાદમુજબ. 1 વાડકી ઝીણી સમારેલી કોથમીર, 2 કપ પાણી, 3 ચમચી તેલ.વિધિ - ઈંડાને બે ભાગમાં કાપી લો. બટાકાને હાથ થી મસળીને નાના નાના ટુકડાં કરો. આદુ-લસણ, લીલાં મરચા, લવિંગ,મરીને મિક્સ કરી વાટી લો.કઢાઈમાં તેલ ગરમ કરી 3 કાળા મરીના દાણા અને તમાલ પત્ર નાખો. પછી ઝીણી સમારેલી કોથમીર અને વાટેલો મસાલો નાખીને સાંતળો. તેલ છૂટવાં માંડે કે તેમાં ધાણાજીરૂ, ગરમ મસાલો, મીઠું, હળદર નાખીને બે મિનિટ સુધી થવા દો. હવે તેમાં બટાકાને નાખી સારી રીતે મિક્સ કરો. હવે પાણી નાખીને ઉકળવા દો. ગ્રેવી ઉકળે કે તેમાં ઈંડાને જમાવીને મૂકો અને બે મિનિટ પછી ઉતારી લો. ગરમા ગરમ રોટલી સાથે સર્વ કરો.આની અંદર તમે ચાહો તો પલાળેલીનું આમલીનું પાણી પણ ઉપરથી નાખી શકો છો. |