સામગ્રી - 4 ડુંગરી, 6 ઈંડા, 5 કળી લસણ, 1 ટુકડો આદુ, 5 લીલા મરચાં, 1 ચમચી ધાણા જીરું, 1/2 ચમચી લાલ મરચુ, 1/4 ચમચી હળદર, 3 ટામેટાં, 3 ચમચી તેલ, મીઠુ સ્વાદ મુજબ, 1 ચમચી જીરા પાવડર
વિધિ - સૌ પ્રથમ ઈંડાને ઉકાળીને એક બાજુ મુકી દો. કઢાઈમાં તેલ ગરમ કરી તેમા ડુંગરી.,લીલા મરચાં, આદુ-લસણનું પેસ્ટ નાખી સાંતળી લો. હવે તેમાં ટામેટા નાખી સારી રીતે ફ્રાય કરો.
હવે ઈંડાના છાલટા કાઢી ઈંડાને કઢાઈમાં નાખી દો. અને તેમાં લાલ મરચુ, હળદર, ધાણાજીરુ અને મીઠુ ભેળવી તેને 15 મિનિટ માટે ઢાંકી દો. લો તૈયાર છે એગ મસાલા. પીરસતી વખતે બારીક સમારેલી કોથમીર નાખી ઢાંકી દો.
|