- માધુરી ટોપીવાલા સામગ્રી - બાફેલુ ચિકન 250 ગ્રામ, 4 મકાઈ, 2 ચમચી માખણ, 1 ડુંગળી છીણેલી, 1 લીટર પાણી, 40 ગ્રામ મકાઈનો લોટ (પાણી ભેળવીને તૈયાર કરેલું પેસ્ટ), મીઠુ અને કાળા મરી સ્વાદમુજબ, 1 ચમચી ખાંડ, 1 ચમચી અજીનોમોટો, 2 ચમચી સફેદ વિનેગર.વિધિ - ચારમાંથી ત્રણ મકાઈ છીણી લો. એક મકાઈના ઝીણા ટુકડાં કરી તેને છીણેલી મકાઈમાં ભેળવી મુકી રાખો. હવે એક કઢાઈમાં માખણ નાખી તેમાં છીણેલી ડુંગળી સેકી લો. હવે તેમાં મકાઈનું મિશ્રણ અને બાફેલું ચિકન ભેળવી દો. પ્રમાણસર પાણી નાખી તેને ઉકાળો. મકાઈના લોટનું પેસ્ટ, મીઠું, કાળા મરી, ખાંડ, વિનેગર અને અજીનોમોટો ભેળવો. લો તૈયાર છે સ્વીટ કોર્ન ચિકન સૂપ. |