સામગ્રી - 200 ગ્રામ બાસમતી ચોખા, 200 મિલી લીટર કોકોનટ મિલ્ક, 2 લીંબૂનો રસ, 4 નાની ચમચી સ્વીટ ચિલી સોસ, 200 ગ્રામ મોટા પ્રોન, અડધી કાકડી કાપેલી, 1 મુઠ્ઠી સમારેલી કોથમીર. વિધિ - કોકોનેટ મિલ્ક સાથે ચોખાને પાણીની સાથે ભેળવીને ઉકાળો. ત્યાં સુધી ઉકાળો જ્યા સુધી ચોખા સારી રીતે બફાય ન જાય.આને ડિનર પ્લેટમાં કાઢી લો. લીંબુના રસની સાથે સ્વીટ ચિલી સોસ ભેળવીને હલાવો. હવે આમા પ્રોનના ટુકડાં ભેળવી થોડી વાર મુકી રાખો.કાંટા વડે ચોખાને જુદા-જુદા કરી દો પછી તેમાં કાકડીના ટુકડાં અને લીલા ધાણા ભેળવો. સલાડના વાડકામાં પરોસો. |