મુખપૃષ્ઠ > વિવિધ > વ્યંજન > માંસાહારી > મટન-દહીં પુલાવ
સૂચનામિત્રને મોકલોઆ પેજ પ્રિન્ટ કરો
 
મટન-દહીં પુલાવ
N.D
સામગ્રી - 1/2 કિલો બાસમતી ચોખા, 250 ગ્રામ મટન, 75 ગ્રામ દહીં, 15 ગ્રામ લસણ, 15 ગ્રામ આદુ, 125 ગ્રામ ડુંગરી, 5 ઈલાયચી, 10 કાળા મરી, 15 ગ્રામ આખા ધાણા, મીઠુ સ્વાદ મુજબ

વિધિ - બાસમતી ચોખાને અડધો કલાક પલાળી દો. લસણ, આદુ, ડુંગરી, ઈલાયચી, કાળા મરી, અને ધાણાને વાટીને પેસ્ટ તૈયાર કરો. પેસ્ટને દહીંમાં ભેળવી દો.

હવે મટનના ટુકડાં કરો અને ખીમો પણ તૈયાર કરી આમાં નાખી દો. થોડુ પાણી અને સ્વાદમુજબ મીઠુ નાખી તેને ઉકાળો. ઉકાળ્યા પછી મટન અને ખીમાને આમાંથી કાઢી લો. બચેલી ગ્રેવીમાં ચોખાનું પાણી નિતારીન તેને નાખીને ઉકાળો.

જરૂર પડે તો થોડુ પાણી નાખીને ભેળવી લો. હવે મટન અને ખીમાને બીજી હાંડીમાં નાખો, તેની ઉપર ઉકાળેલા ચોખા મુકો. ઉપરથી કેવડાનુ પાણી અને કેસર ભેળવી દો. હાંડીને ઢાંકીને 15 મિનિટ સુધી થવા દો.
 Play Free Online Games  Click Here
 Blogs, Videos and More  Click Here
 Send Musical and Animated Cards  Click Here
 Simple, Fast & Free Email Service  Click Here
ઘણું બધુ
ડ્રાય કબાબ
કોકોનેટ પ્રોન રાઈસ સલાડ
સ્વીટ કોર્ન ચિકન સૂપ
ચિકન સૂપ
હાંડી કબાબ
ગ્રિલ ફ્રિશ