સામગ્રી - 2 મોટી કાકડી, ડ્રેસિંગ માટે 3-4 કપ તાજુ ક્રીમ, 1/2 ચમચી મીઠું, 1 નાની ચમચી લીંબૂનો રસ, 3 નાના ચમચી તેલ, 1/2 ચમચી કાળા મરી પાવડર, ચપટી લાલ મરચું.સજાવવા માટે - ત્રણ બાફેલા ઈંડા, કાપેલા. વિધિ - કાકડીને છોલીને ઠંડા પાણીમાં 20 મિનિટ માટે રાખી મુકો. હવે મીઠુ, લીંબુનો રસ, તેલ, કાળા મરી અને લાલ મરચાને ક્રીમની સાથે મિક્સરમાં ચલાવી લો. પીરસવાની પાંચ મિનિટ પહેલા કાકડીને પાણીમાંથે કાઢીને સુકાવી લો. કાકડીની પાતળી સ્લાઈસ કરીને સર્વિગ ટ્રેમાં મુકીને ઉપરથી ક્રીમની સાથે તૈયાર ડ્રેસિંગ નાખી દો. ઉપરથી ઈંડાના ટુકડાથી સજાવી પીરસો. |