સામગ્રી - 100 ગ્રામ પ્રોંસ ચોખ્ખા ધોયેલા, 3 ટામેટા, 1 લસણ, 1 ચમચી જીરૂ, 1 ચમચી કાળા મરી, 2 ચમચી ઝીણી સમારેલી કોથમીર, 1 ચમચી લાલ મરચુ, 1/2 ચમચી હળદર, 1 ચમચી ધાણાજીરૂ, 8-10 મેથી દાણા, 3 ચમચી તેલ, મીઠુ સ્વાદ મુજબ. વિધિ - ટામેટાને મિક્સરમાં ઝીણા વાટી લો. લસણ, કાળા મરી, જીરૂ, હળદર, મરચુ ધાણાજીરૂ, લીલા ધાણા ભેળવીને પેસ્ટ બનાવી લો. કઢાઈમાં તેલ ગરમ કરીને મેથીદાણાનો વધાર કરો. પછી ટામેટાને સારી રીતે ફ્રાય કરીને તેમાં મસાલાનુ પેસ્ટ નાખીને તેલ અલગ થાય ત્યાં સુધી સેકો. તૈયાર મસાલામાં પ્રોંસ નાખો અને બે મિનિટ સુધી ઢાંકીને મુકો. પછી એક કપ પાણી નાખી સારી રીતે ભેળવી દો. પાંચ મિનિટ સુધી ઢાંકીને બફાવા દો. હવે ગેસ પરથી ઉતારી ગરમાગરમ રોટલી કે ભાત સાથે સર્વ કરો. |