સામગ્રી - 4 બાફેલા ઈંડા, 1 ડુંગળી ઝીણી સમારેલી, 1/4 અંકુરિત મઠ, 2 બટાકા બાફેલા અને મસળેલા, બે ચમચી લીલા ધાણા સમારેલા, 1-1 ચમચી લીલી અને ખાટી મીઠી ચટણી. 3 લીલા મરચા ઝીણા સમારેલા, અડધી ચમચી લાલ મરચુ, નમક સ્વાદ મુજબ. વિધિ - બધા ઈંડાને ઝીણા ઝીણા સમારી લો અને તેમાં અંકુરિત મઠ ભેળવી લો. હવે લીલા ધાણાને છોડીને બધા મસાલા નાખી દો. બધી સામગ્રીને હાથ વડે સારી રીતે મિક્સ કરી લો. પીરસતી વખતે લીલા ધાણા ભભરાવો. |