સામગ્રી - 500 ગ્રામ ચિકન, 200 ગ્રામ ઘી, 200 ગ્રામ દહીં, 200 ગ્રામ ડુંગળી, 100 ગ્રામ આદુ, 1/2 વાડકી આખો ગરમ મસાલો, 3/4 નાની ચમચી, મીઠુ સ્વાદ મુજબ, 2 નાની ચમચી દળેલુ મરચુ, 3 ચમચી ધાણાજીરું, 4-5 તમાલપત્ર.
વિધિ - એક મધ્યમ આકારની ડુંગળીને કાપીને ગરમ ઘીમાં ગુલાબી થતા સુધી સેકી લો. તેમાં સાફ કરેલા ચિકનના ટુકડા નાખીને સારી રીતે સેકી લો. હવે આ ટુકડાઓને ઘીમાં થી કાઢી લો. બાકીના આદુ, મરચા અને ધાણાજીરાને મિક્સ કરીને વાટી લો.
ગરમ ઘી માં તમાલપત્ર અને આખો ગરમ મસાલો નાખીને તતડાવો. વાટેલો મસાલો નાખીને સેકો. સેકેલી ડુંગળીમાં દહી નાખીને સેકો અને દહીંને એકદમ સુકુ કરી લો. આમા સેકેલુ ચિકન અને મીઠુ નાખીને ભેળવો.
દોઢથી બે પ્યાલા પાણી નાખીને ઢાંકી દો. 10 મિનિટ કુકરમાં બફાવા દો. ગરમા ગરમ ચિકન પરોસો.
|