મુખપૃષ્ઠ > વિવિધ > વ્યંજન > માંસાહારી > નવાબી બિરયાની
સૂચનામિત્રને મોકલોઆ પેજ પ્રિન્ટ કરો
 
નવાબી બિરયાની

W.D
સામગ્રી - 200ગ્રામ બાસમતી ચોખા, 250 ગ્રામ મટન નાના ટુકડાઓમાં કાપેલુ, 2 ડુંગળી સમારેલી, એક ચોથાઈ ચમચી ગરમ મસાલો, 2 લાલ મરચાં, અડધી ઈંચ તજનો ટુકડો, 1/4 વલોવેલુ દહીં, 2 લીલી ઈલાયચી, ત્રણ કાળા મરી, ત્રણ લવિંગ, 1/4 શાહજીરુ, ચોથાઈ ચમચી હળદર, ચપટી કેસર એક મોટી ચમચી દૂધમાં ઓગાળેલી, ત્રણ બટાકા, સુકોમેવો જરૂર મુજબ, સજાવવા માટે ફુદીનાના પાન, જરૂર મુજબ ઘી.

વિધિ - મેવા અને બટાકાને 2 ચમચી ઘી માં તળો અને તેમા સ્વાદમુજબ મીઠું નાખો. સાંતળેલી ડુંગળી અને લાલ મરચું વાટીને પેસ્ટ બનાવી લો.
મટનના ટુકડાંને દહી, આદુ-લસણનું પેસ્ટ, ડુંગળીનુ પેસ્ટ, હળદર પાવડર અને મીઠું ભેળવીને મૂકો. એક પ્રેશર કુકરમાં ઘી ગરમ કરો અને તેમા ડુબાવેલુ મટન નાખો અને બધા મસાલા નાખો થોડી વાર સુધી તળો પછી ધોયેલા ચોખા નાખો. મીઠું ભેળવો અને ચોખા ડૂબે તેટલુ પાણી નાખીને બાફો. કુકર ઠંડુ થયા પછી આખો મસાલો અને મટન જુદુ તારવી દો.

એક મોટા તળિયાનું વાસણમાં ઘી લો. તેમા પાકેલુ મટન નાખો અને ગરમ મસાલો છાંટો. ચોખાની પરત લગાવો પછી ઓગળેલું ઘી નાખો, કેસરવાળું દૂધ નાખો. સારી રીતે ભેળવીને ઝીણા સમારેલા ઘાણા અને ફુદીનો ભભરાવી પીરસો.
 Play Free Online Games  Click Here
 Blogs, Videos and More  Click Here
 Send Musical and Animated Cards  Click Here
 Simple, Fast & Free Email Service  Click Here
સંબંધિત જાણકારી શોધો
ઘણું બધુ
તંદૂરી ઝીંગા
ગોટ ચીજ આમલેટ
ફ્રાય ક્રેબ
બુરાની રાયતું
મટન બિરિયાની
ઈંડાની કટલેસ