સામગ્રી : 400 ગ્રામ ચિકન બેસ્ટ, 100 ગ્રામ ચિકન ખીમો, 10 લવિંગનો પાવડર, 10 બદામ, 4 લીલા મરચાં, 1 કિલો ટામેટાની ગ્રેવી, 200 ગ્રામ માવો, 200 ગ્રામ ક્રીમ, 100 ગ્રામ માખણ, 200 ગ્રામ રિફાઈંડ તેલ, 20 ગ્રામ કાશ્મીરી મરચાંનો પાવડર, 20 ગ્રામ ગરમ મસાલો, 20 ગ્રામ કસૂરી મેથી, સ્વાદમુજબ મીઠુ. વિધિ : ચિકન બ્રેસ્ટને કાઢીને ઠોકીને ફેલાવો. પછી તેની અંદર ચિકન ખીમો, લવિંગનો પાવડર, બદામ, લીલા મરચાં નાખીને રોલ બનાવો અને ધીમા ગેસ પર તળી લો. રોલ તૈયાર થયા પછી તેના ચાર પીસ કરી લો. એક પેનમાં તેલ ગરમ કરો અને ટામેટા ગ્રેવી નાખીને થોડીવાર બફાવા દો. થોડીવાર પછી તેમા મસળેલો માવો, ક્રીમ, ગરમ મસાલો અને મીઠુ નાખીને થવા દો. મસાલો સેકાયા પછી અને ટામેટા ગ્રેવી એક સમાન થયા પછી તેમા ચિકનના બધા ટુકડા નાખી દો. 5 મિનિટ સુધી થવા દો પછી ગરમા-ગરમ પરોસો. |