સામગ્રી - 2 કપ ચોખા, 2 ચમચી ચિકન, 2 ડુગળી કાપેલી, 1 ચમચી કાળા મરી, 2-3 ગાજર કાપેલા, તેલમ મીઠુ, 1/2 ઈલાયચી, 1/2 કપ બેદાઅન, 1/2 ચમચી જીરુ, પાણી.
બનાવવાની રીત - સૌ પ્રથમ તેલમાં ડુંગળી સોનેરી તળી થતા સુધી સેકી લો. તેમા ચિકનને નાખીને 10 મિનિટ થવા દો પછી તેમા પાણી, મીઠુ અને કાળા મરીનો પાવડર નાખીને ઢાંકી દો. 4 કપ પાણી ઉકાળવા મૂકો, તેમા ચોખા નાખીને 5 મિનિટ બાફો અને તેને ગેસ પરથી ઉતારી લો.
હવે સોસ, ઈલાયચી, ગાજર, બેદાના, જીરુ અને ચોખાને ભેળવી દો. છેવટે બધુ મિશ્રણ ઓવનમાં 350 ડિગ્રીના તાપમાન પર મૂકીને 45 મિનિટ બાફો. લો તૈયાર છે સ્વાદિષ્ટ પુલાવ.
|