મુખપૃષ્ઠ > વિવિધ > વ્યંજન > માંસાહારી > ભરવા ચિકન
સૂચનામિત્રને મોકલોઆ પેજ પ્રિન્ટ કરો
 
ભરવા ચિકન

સામગ્રી - 4 ચિકન સુપ્રીમ, 100 ગ્રામ ચિકન કીમો, 1/3 ચમચી બ્રાંડી, અડધી ચમચી સેલેરી સમારેલી, અડધી ચમચી ઝીણી સમારેલી ગાજર, અડધી ચમચી પાર્સલે, 100 મિલી ક્રિમ, મીઠુ, ગરમ મસાલો અને મરચુ સ્વાદમુજબ, 40 મિલી સફેદ વાઈન, 100 મિલી ચિકન સ્ટોક અને 20 ગ્રામ માખણ.

બનાવવાની રીત - ચિકન ખીમો, ગાજર, સેલેરી, બ્રાંડી, મરચું, ગરમ મસાલો, મીઠુ અને ક્રીમને સારી રીતે ભેળવી લો અને મૂકી દો. હવે ચિકનમાં જીરુ લગાવીને આ મિશ્રણ ભરી દો. ઉપરથી મીઠુ અને તેલ નાખો.

એક વાસણમાં તેલ ગરમ કરી તેમા ચિકનને તળી લો. સોનેરી થતા સફેદ વાઈન નાખીને ઢાંકી દો. થોડીવાર પછી ચિકન સ્ટોક નાખીને પકવો. એક તરફ ક્રીમ, માખણ, ગરમ મસાલો અને મીઠુ મિક્સ કરી લો. બફાયેલા ચિકનમાં આને નાખીને પીરસો.
 Play Free Online Games  Click Here
 Blogs, Videos and More  Click Here
 Send Musical and Animated Cards  Click Here
 Simple, Fast & Free Email Service  Click Here
સંબંધિત જાણકારી શોધો
ઘણું બધુ
ગ્રીન દહી મટન
પનીર ઝીંગા
મસાલેદાર ઈંડુ
ખાટુ તીખુ ચિકન
અથાણુ મસાલા ચિકન.
ચિકન રાઈસ