મુખપૃષ્ઠ > વિવિધ > વ્યંજન > માંસાહારી > સિંધી મટન
સૂચનામિત્રને મોકલોઆ પેજ પ્રિન્ટ કરો
 
સિંધી મટન

W.D
સામગ્રી - એક કિલો મટન કાપેલુ તૈયાર, 2 મોટી ચમચી દહી, 2 મોટી ચમચી સોયા રિફ્યાઈંડ તેલ 4-5 ડુંગળી, 4-5 ટામેટા, પાંચ લીલા મરચા, 2 ચમચી લાલ મરચુ, અડધી ચમચી હળદર, 2 ચમચી ધાણાજીરુ, 4-5 ઈલાયચી, થોડી લવિંગ, તમાલપત્ર, 2 ચમચી આદુ-લસણનુ તૈયાર પેસ્ટ, જરૂર મુજબનુ મીઠુ.

બનાવવાની રીત - સૌ પ્રથમ ડુંગળી અને લીલા મરચાને સારી રીતે ઝીણા કાપી લો. હવે કે વાસણમાં 2 મોટી ચમચી સોયા રિફાઈંડ તેલ ગરમ કરો. તેલ ગરમ થયા પછી તેમા લીલા મરચાં, સમારેલી ડુંગળી, લસણ-આદુનું પેસ્ટ, જીરુ, તમાલપત્ર, ઈલાયચીને નાખીને ધીમા ગેસ પર સેકો. ડુંગળી સારી રીતે ગુલાબી થયા પછી તેમા મટનને ધોઈને ઉપરોક્ત મિશ્રણમાં નાખી દો. હવે આ મિશ્રણને સારી રીતે સેકો.

હવે સેકેલા મટનમાં જરૂર મુજબ પાણી નાખીને ગ્રેવી તૈયાર કરી લો. તૈયાર ગ્રેવીને ધીમા ગેસ પર ઉકાળો. ગ્રેવી પર જ્યારે તેલ તરતુ દેખાય ત્યારે તેને ગેસ પરથી નીચે ઉતારી લો. રોટલી અને સમારેલી ડુંગળીની સાથે ગરમા ગરમ સર્વ કરો.
 Play Free Online Games  Click Here
 Blogs, Videos and More  Click Here
 Send Musical and Animated Cards  Click Here
 Simple, Fast & Free Email Service  Click Here
સંબંધિત જાણકારી શોધો
ઘણું બધુ
ભરવા ચિકન
ગ્રીન દહી મટન
પનીર ઝીંગા
મસાલેદાર ઈંડુ
ખાટુ તીખુ ચિકન
અથાણુ મસાલા ચિકન.